ટ્રેન્ડિંગમનોરંજન

‘ચંદુ ચેમ્પિયન’ બનેલા કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક જારી, લાલ લંગોટમાં લગાવી દોડ

  • કાર્તિક આર્યને તાજેતરમાં ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ કર્યું છે, હવે તેની બીજી જબરજસ્ત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ રીલીઝ માટે તૈયાર છે. ફિલ્મ નિર્માતાઓએ ‘ચંદુ ચેમ્પિયન’ બનેલા કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.

15 મે, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં તેની પાસે એક પછી એક મોટી ફિલ્મો છે. તાજેતરમાં તેણે ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ કર્યું છે. દરમિયાનમાં કાર્તિકની બીજી જબરજસ્ત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ પણ રીલીઝ માટે તૈયાર છે. કાર્તિક છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મ નિર્માતાઓએ ‘ચંદુ ચેમ્પિયન’ બનેલા કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.

‘ચંદુ ચેમ્પિયન’નું પહેલું પોસ્ટર રીલીઝ

આજે 15 મેના રોજ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું પહેલું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અભિનેતાનો જબરજસ્ત લૂક જોવા મળી રહ્યો છે. તેની આવી સ્ટાઈલ પહેલા ક્યારેય જોવા મળી ન હતી. પોસ્ટરમાં તે લાલ લંગોટ પહેરીને દોડતો જોવા મળી રહ્યો છે. તેનું શરીર કાદવ અને ધૂળથી ઢંકાયેલું છે. પોસ્ટરમાં તેનું શરીર પણ અદ્ભુત લાગે છે. કાર્તિકે આ ફિલ્મ માટે પોતાનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કર્યું છે, જે પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે. અભિનેતાએ બુધવારે ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર ચંદૂ ચેમ્પિયનું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ચેમ્પિયન આવી રહ્યો છે, મારી કરિયરની સૌથી ચેલેન્જિંગ અને અને સ્પેશિયલ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરીને હું ખૂબ ખુશી અનુભવું છું. આ સાથે પોસ્ટર પર લખ્યું છે, એક વ્યક્તિ જેણે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો.

આ ખેલાડી પર આધારિત છે કહાની

ફિલ્મમાં કાર્તિક આર્યનનો લંગોટ પહેરેલો લુક સરપ્રાઈઝિંગ છે. આ ફિલ્મમાં તે અલગ પર્ફોમન્સ આપશે. આ ફિલ્મની કહાની દેશના એક ગોલ્ડ મેડલ વિજેતા પર આધારિત છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. જે એક ગોલ્ડ મેડલ વિજેતા છે. આ ખેલાડીએ દેશને અનેક સન્માન અપાવ્યા હતા. આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ રીલીઝ થશે.

આ પણ વાંચોઃ રણબીરની રામાયણ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ, બ્રહ્માસ્ત્ર કરતા પણ વધુ બજેટ!

Back to top button