રણબીર કપૂરની આ ફિલ્મમાં કાર્તિક આર્યનનો કેમિયો !


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શહેજાદા’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આમાં તેણે કૃતિ સેનન સાથે કામ કર્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કાર્તિક આર્યન, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળી શકે છે. જો આમ થશે તો કાર્તિક આર્યનના ફેન્સ માટે તે એક મોટું સરપ્રાઈઝ હશે.
કાર્તિક ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળશે ?
કાર્તિક આર્યન લવ રંજનની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે કેમિયો કરશે. આ ફિલ્મમાં સૌથી મોટું સરપ્રાઈઝ કાર્તિક આર્યન હશે. જો કે, મેકર્સ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી અને આજકાલ દર્શકોને સરપ્રાઈઝ કરવા માટે કોઈને કોઈ અભિનેતાને ફિલ્મોમાં કેમિયોનો ટ્રેન્ડ બની ગયો છે.
આ પણ વાંચોઃ ‘તુ જૂઠી મેં મક્કાર’નું નવું સોન્ગ રિલીઝ, રણબીર-શ્રદ્ધાની સિઝલિંગ કેમેસ્ટ્રી
રણબીર અને શ્રદ્ધા પ્રમોશનમાં વ્યસ્ત
હાલ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.
કાર્તિક આર્યન અને દિગ્દર્શક લવ રંજનની જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બંનેએ એક-બે નહીં પણ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેમાં ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
આ પણ વાંચોઃ રણબીર અને શ્રદ્ધાની રોમ-કોમ કેમેસ્ટ્રી, ‘તુ જૂઠી મેં મક્કાર’નું ટ્રેલર રિલીઝ
કાર્તિક આર્યન નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત
જણાવી દઈએ કે ‘શહેજાદા’ પછી કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તેની સાથે કિયારા અડવાણીની જોડી જોવા મળશે. ‘સત્ય પ્રેમ કી કથા’માં કાર્તિક અને કિયારા સાથે ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, શિખા તલસાનિયા જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ રિલીઝ થશે.