કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી, ભાજપે શેર કર્યો વીડિયો
બેંગલુરુ (કર્ણાટક), 06 મે 2024: કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વિવાદમાં ફસાયા છે. હકીકતમાં, તેમણે કોંગ્રેસના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી હતી, જેનો વીડિયો ભાજપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે શિવકુમાર સાથે જોડાયેલા આ મામલાની રાજકીય વર્તુળોમાં ટીકા થઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
ಡಿಸಿಎಂ @DKShivakumar ಅವರು ಚುನಾವಣಾ ಪ್ರಚಾರದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಪೊರೇಟರ್ಗೆ ಕಪಾಳಮೋಕ್ಷ ಮಾಡಿರುವ ವಿಡಿಯೋ ಎಲ್ಲೆಡೆ ವೈರಲ್ ಆಗುತ್ತಿದೆ.
ಕಳೆದ ರಾತ್ರಿ ಡಿ. ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆಯ ಸವಣೂರು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ವಿನೋದ್ ಅಸೂಟಿಯವರ ಪರ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರ ನಡೆಸುತ್ತಿದ್ದರು.
ಈ ವೇಳೆ… pic.twitter.com/NwwP6091ia
— BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024
કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસના કાઉન્સિલરને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. ભાજપે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ડીકે શિવકુમાર તેમની બાજુમાં નારા લગાવી રહેલા એક વ્યક્તિને થપ્પડ મારે છે, ત્યારબાદ ડેપ્યુટી સીએમની સુરક્ષા માટે તૈનાત પોલીસ તે વ્યક્તિને પાછળ ધકેલી દે છે.
બીજેપીની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ મામલો કર્ણાટકના હાવેરીના ધારવાડના સાવનુર શહેરનો છે. ડીકે શિવકુમાર અહીં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે આવ્યા હતા. આ દરમિયાન લોકો ડીકેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. શિવકુમાર કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ સ્થાનિક કાઉન્સિલર અલાઉદ્દીન મણિયારે તેમના ખભા પર હાથ મૂક્યો. આનાથી ડેપ્યુટી સીએમ એટલા નારાજ થયા કે તેમને જોરદાર થપ્પડ મારી દીધી.
આ પણ વાંચો: પ્રજ્જવલ રેવન્ના કેસમાં અમિત શાહે પુછ્યો કોંગ્રેસને સવાલ- કર્ણાટક સરકાર કેમ કાર્યવાહી નથી કરતી?