ટ્રેન્ડિંગમનોરંજન

કરીના કપૂરના લાડલા જેહે તેની મધર્સ ડેની કેક ચોરીને ખાધી

Text To Speech
  • તાજેતરમાં ફરી એક વખત પોતાની લેટેસ્ટ પોસ્ટમાં કરીના કપૂરે તેના બાળકોની કેટલીક પ્રેમભરી તસવીરો શેર કરી છે, તે મધર્સ ડે સેલિબ્રેશનની છે

13 મે, મુંબઈઃ કરીના કપૂર ખાન તેની ફિલ્મોની સાથે સાથે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પણ ચર્ચાઓમાં રહે છે. તે હંમેશા તસવીરો અને વીડિયો દ્વારા પોતાની પર્સનલ લાઈફની ક્યૂટ ઝલક આપતી રહે છે. તાજેતરમાં ફરી એક વખત પોતાની લેટેસ્ટ પોસ્ટમાં કરીના કપૂરે તેના બાળકોની કેટલીક પ્રેમભરી તસવીરો શેર કરી છે, તે મધર્સ ડે સેલિબ્રેશનની છે. હંમેશાની જેમ તેનો દિકરો જેહ લાઈમલાઈટમાં છે.

કરીનાએ દર્શાવી મધર્સ-ડે સેલિબ્રેશનની ઝલક

કરીના કપૂર ખાને તાજેતરમાં તેના ઘરે આયોજિત મધર્સ ડે સેલિબ્રેશનની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી. પ્રથમ તસવીરમાં આપણે એક બાઉલ જોઈ શકીએ છીએ, જેમાં ચોકલેટ સીરપ રાખવામાં આવ્યુ છે. જ્યારે આગળની તસવીરમાં ઈંડાની જરદી બાઉલમાં રાખવામાં આવી છે. એક તસવીરમાં જેહના નાના હાથ દેખાય છે કારણ કે તેણે કેક બનાવવામાં પણ મદદ કરી હતી. એક તસવીરમાં તૈમૂરના ગાલ પર કેકનો પાવડર જોવા મળે છે. તેને જોઈને લાગે છે કે તે તેની માતા માટે કેક બનાવી રહ્યો છે. કેકની આ તસવીરો શેર કરતી વખતે કરીનાએ એ પણ જણાવ્યું કે કોઈએ તેની ચોકલેટ કેક ચોરીછૂપીથી ખાધી છે. આ સાથે તેણે કેકનો એક ફોટો શેર કર્યો છે જેમાં કેકનો એક ભાગ ગાયબ જોવા મળી રહ્યો છે.

કરીના કપૂરના લાડલા જેહે તેની મધર્સ ડેની કેક ચોરીને ખાધી hum dekhenge news

જેહે કેક ચોરીને ખાધી

છેલ્લી તસવીરમાં કરીનાએ ખુલાસો કર્યો છે કે જેહે કેક ચોરીને ખાધી ખાધી હતી. આ સીરીઝની છેલ્લી તસવીરમાં જેહ કેક ખાતા જોવા મળે છે. ફોટામાં તમે તેના હાથમાં મીણબત્તી જોઈ શકો છો જેના પર કેક જોવા મળે છે. તેના મોં પર થોડી કેક પણ દેખાઈ રહી છે. આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે કેક એટલી સ્વાદિષ્ટ હતી કે જેહ તેને ચોરી છુપીથી ખાઈ ગયો. હવે જેહની આ ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચોઃ રિલ્સ બનાવવા માટે કાદવમાં સુઈ ગયો બિગ બોસનો આ સ્પર્ધક, જુઓ વાયરલ વીડિયોમાં

Back to top button