કરણ જોહર અનુષ્કાનું કરિયર ખતમ કરવા માંગતો હતો ! વીડિયો વાયરલ
કરણ જોહરનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરણ પોતે કબૂલાત કરી રહ્યો છે કે તેણે અનુષ્કા શર્માની બોલિવૂડમાં શરૂઆતના વર્ષોમાં તેની કારકિર્દીને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મ એડિટર-રાઈટર અપૂર્વ અસરાનીએ કરણના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
અનુષ્કા શર્માનું કરિયર બરબાદ કરવા માંગતો હતો કરણ
હકીકતમાં, કરણ જોહરે 2016 માં એક ઇવેન્ટમાં કહ્યું હતું કે તેણે આદિત્ય ચોપરાને અનુષ્કાને ‘રબ ને બના દી જોડી’માં કાસ્ટ ન કરવા કહ્યું હતું. કરણનો આ થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ પછી ઘણા લોકોએ કરણની કબૂલાત પર રોષ પણ વ્યક્ત કર્યો છે.
'I totally wanted to murder Anushka Sharma's career' – Karan Johar confesses to Rajeev Masand & Anupama Chopra in 2016. Said in jest, I'm sure, but still a worthy point in the raging insider-outsider debate. pic.twitter.com/8JNLp8Kyud
— Apurva (@Apurvasrani) April 6, 2023
કરણનો વીડિયો શેર કરીને અપૂર્વ અસરાનીએ નિશાન સાધ્યું
અનુષ્કા સાથે બેઠેલા કરણ જોહરનો આ જ વીડિયો શેર કરતાં અપૂર્વ અસરાનીએ ટ્વીટ કર્યું, “હું સંપૂર્ણપણે અનુષ્કા શર્માના કરિયરનું કતલ કરવા માંગતો હતો” કરણ જોહરે 2016માં રાજીવ મંસદ અને અનુપમા ચોપરા સામે આ કબૂલ્યું હતું. મજામાં કહ્યું હતું, મને વિશ્વાસ છે. પરંતુ, હાલમાં પણ બોલીવુડમાં આઉટસાઈડર-ઈનસાઈડરની ચર્ચા એક મહત્વનો પોઈન્ટ છે.”
વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું
અપૂર્વના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા, વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું, “કોઈનો એકમાત્ર શોખ કોઈનું કરિયર બનાવવાનો અથવા તોડવાનો છે. જો બોલિવૂડ ગટરમાં છે, તો આ ટેલેન્ટેડ આઉટસાઈડર લોકો વિરુદ્ધ ગંદી બૈકરૂમ પોલિટિક્સના કારણે છે.”
Someone’s only hobby is to make or break careers. If Bollywood is in gutter, it’s because of some people’s dirty ‘backroom’ politics against talented outsiders. https://t.co/GNPRjiW5ry
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 6, 2023
કરણે અનુષ્કા વિશે શું કહ્યું હતુ?
2016માં અનુષ્કા અને ઐશ્વર્યા રાય સાથે કરણ 18મા MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો, જે તેના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝની આસપાસ આયોજિત કરવામાં આવ્યો હતો. આખો સમય મસ્તીના મૂડમાં રહેલી અનુષ્કાને એક નિવેદન આપતાં કરણે કહ્યું હતું કે, “હું અનુષ્કા શર્માના કરિયરની સંપૂર્ણ રીતે બરબાદ કરવા માંગતો હતો, કારણકે જ્યારે આદિત્ય ચોપરાએ મને તેની ઈમેજ બતાવી ત્યારે ‘તુ ગાંડો થઈ ગયો છે કે શું કે આને સાઈન કરી રહ્યો છે ! તારે અનુષ્કા શર્માને સાઈન કરવાની કોઈ જરૂર નથી..’ તે સમયે અન્ય એક મેઈન એક્ટ્રેસ હતી જેને આદિ સાઈન કરે અને હું પૂરી રીતે તેને તોડી-મરોડી રજૂ કરવામાં લાગ્યો હતો. હું અનિચ્છાએ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ જોઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ કંગનાએ પ્રિયંકા મામલે સવાલ ન થતા માર્યો ટોણો, કહ્યું- “મારી કંટ્રોવર્સી પર…”