કરણ જૌહરે જણાવ્યા સિંગલ હોવાના ફાયદા, એનિવર્સરી કરતા બીજી ડેટ સારી
- હવે કરણ જૌહરે સોશિયલ મીડિયા પર સિંગલ રહેવાના ફાયદા જણાવ્યા છે અને તેણે પોતાના મનની વાત જણાવતા કહ્યું છે કે એનિવર્સરી સેલિબ્રેટ કરવા કરતા સારું છે કે કોઈ બીજાને ડેટ કરો.
30 માર્ચ, મુંબઈઃ કરણ જૌહરના લગ્નને લઈને અનેક વખત તેને સવાલો કરવામાં આવે છે. કરણ જૌહરે લગ્ન તો નથી કર્યા, પરંતુ તે તેના 2 બાળકો યશ અને રૂહીનો સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર કરે છે, જોકે આ કામમાં તેની માતા તેને સપોર્ટ કરે છે. હવે કરણ જૌહરે સોશિયલ મીડિયા પર સિંગલ રહેવાના ફાયદા જણાવ્યા છે અને તેણે પોતાના મનની વાત જણાવતા કહ્યું છે કે એનિવર્સરી સેલિબ્રેટ કરવા કરતા સારું છે કે કોઈ બીજાને ડેટ કરો.
એનિવર્સરી કરતા સારું છે કોઈની સાથેનું ડેટિંગ
કરણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખી છે કે એક સાથી વગર પણ ચાલી જશે. એસીનું ટેમ્પ્રેચર પણ નહીં બદલાય. પ્રેમ ન મળે તો વાંધો નથી. સેપ્રેટ બાથરૂમમાં પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરવું પડે. મોનોગેમીની ડિમાન્ડ પુરી થશે. જિંદગી અને ઓપ્શન્સ ક્યાં વારંવાર મળે છે? હવે સિંગલ સ્ટેટસને સેલિબ્રેટ કરી લો. એનિવર્સરી કરતા તો બીજી ડેટ સારી છે.
વહૂ એક એવું લેબલ જેની પર ફાલતૂનો ભાર
થોડા દિવસો પહેલા કરણને એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે વહૂ લઈને આવો, માનો ટાઈમપાસ થઈ જશે. આ મુદ્દે કરણે પોતાની વાત રજૂ કરી છે. કરણે કહ્યું કે લાઈફ ચોઈસને લઈને મને ઘણી વખત જજ કરવામાં આવ્યો અને ઘણી વખત ગાળો પણ પડી છે, પરંતુ મને એ વાત બિલકુલ યોગ્ય લાગી નથી. પહેલી વાત તો એ કે કોઈ પણ વહૂ ક્યારેય માતા માટે ટાઈમપાસ હોતી નથી. વહૂ એક એવું લેબલ છે જેની સાથે ફાલતૂનો ભાર હોય છે. એક વહૂના ખુદના રાઈટ્સ હોય છે અને તે પોતાનો ટાઈમ પોતે પાસ કરે છે, ભલે તે પર્સનલ હોય કે પ્રોફેશનલ. બીજી વાત એ કે મારી માતા મારા બાળકોનો ઉછેર કરે છે, તો તેને ટાઈમપાસની જરૂર નથી. મારા બાળકો ખુશનસીબ છે કે તેમને મારી માતાનો પ્રેમ મળી રહ્યો છે.
કરણની પ્રોફેશનલ લાઈફ
કરણની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો લાસ્ટમાં તેણે ડિરેક્ટર તરીકે રોકી ઓર રાની કી પ્રેમ કહાની કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતા. પ્રોડ્યુસર તરીકે તાજેતરમાં તેની ફિલ્મ યોદ્ધા રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી લીડ રોલમાં છે.
આ પણ વાંચોઃ ધ્રુવ પર પીગળતો બરફ આપણા દિવસોની લંબાઈ વધારી રહ્યો છે, જાણો કેમ?