ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

દેશી ઢોલના તાલે કાકાએ પોતાના સુરીલા અવાજથી ખેચ્યું લોકોનું ધ્યાન, જૂઓ વાયરલ વીડિયો

Text To Speech
  • દેશી ઢોલના તાલે એક કાકાએ ગીત ગાયું, વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે કાકાના જોરદાર વખાણ

HD ન્યૂઝ ડેસ્ક, 1 જુલાઈ: આપણા દેશના લોકોમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને તેનો સૌથી મજબૂત પુરાવો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જોવા મળે છે. પહેલા લોકોના ટેલેન્ટને ઓળખવા માટે બહુ પ્લેટફોર્મ નહોતા. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે, ત્યારથી તેણે બધી ખામીઓ દૂર કરી દીધી છે. હવે જ્યાં પણ લોકો ટેલેન્ટેડ વ્યક્તિને જુએ છે, તેઓ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ પછી ઈન્ટરનેટ યુઝર્સ તે વીડિયો એક ઝાડકે જ વાયરલ કરી નાખે છે. અત્યારે આવા ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કાકાના અવાજના લોકો થયા દિવાના

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાકા શેરીમાં ખુરશી પર બેઠા છે. તેમની પાસે એક દેશી ઢોલ છે જેને તેમણે તેમના પગ ઉપર રાખ્યા છે. આ પછી તે ઢોલના તાલે ‘એક સનમ તેરી આંખ કાતિલી’ ગાવાનું શરૂ કરે છે. કાકાનો અવાજ સાંભળ્યા પછી, તમને એવું લાગશે કે તે એક મહાન ગાયક છે અને તેને ગાવાનો ઘણો અનુભવ છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની માહિતી મળી શકી નથી, પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર narendra_chaudhary11 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું – વાહ કાકા, શું અવાજ છે તમારો અને ગીત પણ એટલું જ સુંદર છે. અન્ય એક યુઝરે લખ્યું- જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ત્રીજા યુઝરે લખ્યું- આને કહેવાય દેશી ટેલેન્ટ, જે દરેક ભારતીયોમાં છે. અન્ય યુઝરે લખ્યું- વાહ કાકા, તમે દિલ જીતી લીધું.

આ પણ વાંચો: હોલીવુડની ફિલ્મ જેવી જ બાઈક ઘરે જુગાડ કરી બનાવી, લોકોને ‘મેન ઇન બ્લેક’ યાદ આવી: VIDEO થયો વાયરલ

Back to top button