ન્યાસાના ટ્રાન્સફોર્મેશન પર કાજોલે તોડ્યું મૌન, કહ્યું- ‘તે 19 વર્ષની છે, મજા કરી રહી છે’
હાલમાં કાજોલનું નામ તેની પુત્રી ન્યાસા દેવગન માટે ચર્ચામાં છે. દિવસેને દિવસે ન્યાસા તેની ગ્લેમરસ સ્ટાઈલથી લાઈમલાઈટનો હિસ્સો બની જાય છે. બીજી તરફ, ન્યાસા વિશે તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ઘણી વાતો થઈ રહી છે. આ દરમિયાન, હવે કાજોલે તેની પુત્રી ન્યાસાની પોપ્યુલરિટી અને ટ્રાન્સફોર્મેશન વિશે ખુલીને વાત કરી છે.
View this post on Instagram
કાજોલે ન્યાસા વિશે વાત કરી
કાજોલ અને સુપરસ્ટાર અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગનની લેટેસ્ટ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેમાં ન્યાસા ક્યારેક તેના મિત્રોની પાર્ટીઓ અને આઉટિંગ દરમિયાન જોવા મળે છે. આ ફોટા અને વીડિયોને લઈને નેટીઝન્સ ન્યાસા દેવગન વિશે સતત ગોસીપ્સ કરે છે. આ બધા વચ્ચે કાજોલને સવાલ પૂછવામાં આવ્યો કે’ન્યાસાની પોપ્યુલરિટી વિશે તમને કેવું લાગે છે?’ જેના પર કાજોલે જવાબ આપ્યો કે- ‘અફકોર્સ, મને તેના પર ગર્વ છે. મને એ હકીકત ગમે છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની જાતને ગર્વથી રજૂ કરે છે. હું એટલું જ કહી શકું છું કે તે 19 વર્ષની છે અને મજા કરી રહી છે. જે તેને કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તે જે પણ કરવા માંગે છે તેના માટે હું તેને હંમેશા સમર્થન આપીશ. આ રીતે કાજોલે તેની પુત્રી ન્યાસા દેવગન માટે ખુલીને વાત કરી છે.
ન્યાસા ટૂંક સમયમાં ફિલ્મોમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા
હાલમાં ન્યાસા દેવગન પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. ન્યાસાનું લાઈમલાઈટનો હિસ્સો બનવું ક્યાંકને ક્યાંક એવું સૂચવે છે કે અજય દેવગણ અને કાજોલની દીકરી બહુ જલ્દી બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી શકે છે.