દિલ્હી લીકર સ્કેમમાં કેજરીવાલ સહીત કે.લલિતા 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે
- લીકર સ્કેમ કેસમાં દીલ્હીના સીએમ 7 મે સુધી કરશે જેલવાસ
- કેજરીવાલની સાથે બીઆરએસ નેતા કે. કવિતા પણ કરશે જેલવાસ
- રાઉજ એવન્યુ કોર્ટ 14 દિવસ કસ્ટડીના વધાર્યા
નવી દિલ્હી, 23 એપ્રિલ: દિલ્હીમાં લીકરની એક્સાઈઝ પોલીસીનું સ્કેમ બહાર આવતા માર્ચમાં આપના વડા કેજરીવાલ અને બીઆરએસ(ભારત રાષ્ટ્ર સમિતી) નેતા કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હજુ સુધી જેલવાસ ભોગવી રહેલા આ બંને નેતાઓને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો હતો. આ કોર્ટે આપના કેજરીવાલ, બીઆરએસ નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની 7 મે સુધીની કસ્ટડી વધારી દેવામાં આવી હતી. દિલ્હી લીકર સ્કેમમાં આ 3 નેતાઓ હવે બીજા 14 દિવસ સુધી તિહાડ જેલમાં જ રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાની ન્યાયિક હિરાસત સીબીઆઈના કેસમાં વધારી દેવાઈ છે, જે દિલ્હી લીકર સ્કેમથી જોડાયેલી છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીત સિંહને વીડિયો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવલાલને ઈડીએ ગયા મહીને 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે તે કેજરીવાલની ધરપકડથી લગભગ એક અઠવાડીયા પહેલા 15 માર્ચ હૈદરાબાદથી ઈડીએ કે.કવિતાને અરેસ્ટ કરી હતી જ્યારે ચનપ્રીતની ધરપકડ 15 એપ્રિલે થઈ હતી.
AIIMSના મેડીકલ બોર્ડ જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્યનું રાખશે ધ્યાન
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપના વડા કેજરીવાલની દાખલ કરેલી એક અરજીને નકારી કાઢીને ન્યાયિક કસ્ટડી વધારવાનો નિર્ણય કર્યો હતો. સીએમ કેજરીવાલે દાખલ કરેલી અરજીમાં માંગ કરી હતી કે તેમની પત્ની સુનિતા કેજરીવાલની હાજરીમાં દરરોજ 15 મિનિટ સુધી ડોક્ટરો સાથેના મેડીકલ કન્સલ્ટેશનની અનુમતિ આપવામાં આવે. જોકે, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવીને આદેશ આપ્યો હતો કે કેજરીવાલને જરુરી મેડીકલ સારવાર આપવામાં આવે. આ સાથે કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, તિહાડ જેલ અધિકારી એમ્સ ડાયરેક્ટરના માધ્યમથી રચાયેલા એક મેડીકલ બોર્ડને નિયુક્ત કરવામાં આવશે જેમાં એક એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયબેટોલોજિસ્ટ પણ હાજર રહેશે. આ મેડીકલ બોર્ડ નક્કી કરશે કે કેજરીવાલના લોહીમાં ગ્લુકોઝની માત્રાને કન્ટ્રોલ કરવા માટે ઈન્સ્યુલિનની જરુર છે કે નહી. આ સાથે જ બોર્ડ તેમના સ્વાસ્થ્ય સંબંધી બીજી બાબતો પર પણ નજર રાખશે.
કેજરીવાલને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું
જેલમાં કેજરીવાલનું બ્લડ સુગર લેવલ વધી જતા તેમને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. તિહાડના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, 23 એપ્રલે સોમવારે સાંજે AIIMSના ડોક્ટરોની સલાહ પર કેજરીવાલને ઓછા ડોઝ વાળા ઈન્સ્યુલિનના બે યુનિટ આપવામાં આવ્યા હતા. આ સાથે કેજરીવાલના સ્વાસ્થ્ય પર નજર રાખનારા મેડીકલ બોર્ડે જણાવ્યું હતું કે દિલ્હીના સીએમનું બ્લડ સુગર 217 થઈ ગયું હતું જે પછી તેમની સારસંભાળ કરનારા ડોક્ટરોએ ઈન્સ્યલિનનો ડોઝ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: શરદ પવારે PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું: ભારતમાં નવો પુતિન તૈયાર થઈ રહ્યો છે