અમદાવાદગુજરાત

આગામી આદેશ સુધી કે.કૈલાશનાથન નર્મદા નિગમના ચેરમેન પદે યથાવત રહશે

Text To Speech

ગાંધીનગર, 01 જુલાઈ 2024, મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ બે દાયકા વિતાવનારા અધિકારી કે. કૈલાશનાથનને વિદાય આપવામાં આવી છે. તેમનું 30 જૂનના રોજ એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. હાલ તેઓ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાના અંતિમ દિવસ પહેલાં જ વિદાય માન આપવામાં આવ્યું છે. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી સતત 11 વર્ષ સુધી ગુજરાતના વહીવટી તંત્રમાં કરાર આધારિત સેવા આપી છે. રાજ્ય સરકારે તેમને આગામી આદેશ ના થાય ત્યાં સુધી નર્મદા નિગમના ચેરમેન તરીકે યથાવત્ રહેવા જણાવ્યું છે.

ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું
કે કૈલાશનાથન નિવૃત્ત થયાં ત્યારે તેમની કેન્દ્ર સરકારમાં નિયુક્તિ અથવા તો તેમને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. કે.કે.તરીકે જાણીતા કૈલાશનાથન ચાર મુખ્યમંત્રી સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ 2006થી અત્યારસુધી મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગુજરાતના ચાર મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, તેમને ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું.

કોણ છે કૈલાશનાથન?
કે.કૈલાશનાથને 1981માં સહાયક કલેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1985માં સુરેન્દ્રનગર અને 1987માં સુરતના કલેક્ટર હતા. જ્યારે 1999થી 2001 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા. બીઆરટીએસ પ્રોજેક્ટની સ્ટીયરિંગ કમિટીના ચેરમેન તરીકે તેમની કારકિર્દીનું બીજું મહત્ત્વનું પોસ્ટિંગ હતું. કે.કે.તરીકે પ્રખ્યાત કે. કૈલાસનાથનું પૂરું નામ કુનિયલ કૈલાસનાથન છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં એમ.એસ.સી.અને યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે. પીએમ મોદીના નજીકના અધિકારી ગણાતા કે કૈલાશનાથનની પાવરફુલ અધિકારી તરીકે ગણના થતી હતી.

આ પણ વાંચોઃગુજરાતના CMOમાં KK તરીકે જાણીતા અગ્ર સચિવ કે કૈલાશનાથન નિવૃત્ત થયા

Back to top button