અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના CMOમાં KK તરીકે જાણીતા અગ્ર સચિવ કે કૈલાશનાથન નિવૃત્ત થયા

Text To Speech

ગાંધીનગર, 29 જૂન 2024, ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ આવતીકાલે પૂરો થઈ રહ્યો છે. હાલ તેમને કોઈ એકસ્ટેન્શન અપાયું નથી. તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા.પરંતુ ત્યારબાદ તેમણે સતત 11 વર્ષ સુધી ગુજરાતના વહીવટી તંત્રને કરાર આધારિત સેવા આપી હતી. આવતીકાલે ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે.તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળવાની શક્યતા છે. તેમને કોઇ સ્ટેટમાં રાજ્યપાલ અથવા તો PMOમાં નિમણૂક અપાઈ શકે છે.

ચાર મુખ્યમંત્રીઓ સાથે કે કૈલાશનાથને કામ કર્યું છે
ગુજરાત કેડરના 1979 બેચના IAS અધિકારી કે. કૈલાસનાથન CMOમાં 2009થી ફરજ પર હતાં. તેઓ 2013માં મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.30મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ છે. આવતીકાલે તેમની ફરજનો છેલ્લો દિવસ છે. કે કૈલાશનાથનના સમયમાં ગુજરાતમાં અત્યાર સુધી ચાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ થાય છે.

વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા
ગુજરાતના રાજકારણ અને અધિકારી લોબીમાં કે. કૈલાશનાથનનો ઉલ્લેખ KK તરીકે થાય છે. 69 વર્ષીય કે. કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા છે.કૈલાશનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1985 માં કૈલાશનાથન પહેલાં સુરેન્દ્ર નગર અને પછી 1987માં સુરતના કલેક્ટર બન્યા. તેમને ગુજરાત મેરીટાઇમ બોર્ડના CEOની જવાબદારી મળી. શહેરી વિસ્તરણમાં તેમને 1999 થી 2001 દરમિયાન અમદાવાદના કોર્પોરેશન કમિશનર તરીકે કામ કરવાની તક પણ મળી. તેમને શહેરી વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃGIFT CITYમાં AI સેન્ટર ઓફ એક્સેલેન્સની સ્થાપના માટે માઈક્રોસોફ્ટ સાથે MoU

Back to top button