જૂનાગઢ: ટ્રેનની હડફેટમાં આવતા દીપડાએ જીવ ગુમાવ્યો
- જૂનાગઢ જિલ્લાના શાપુર નજીક ટ્રેનની હડફેટે આવતા 2 વર્ષીય દીપડાનું મૃત્યુ
અહેવાલ: પરેશ વાઢીયા (માળીયા હાટીના – જૂનાગઢ): જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર નજીક આવેલા નાના કાજલીયારા ગામ પાસે રેલવે ટ્રેક પર રાત્રીના સમયે ટ્રેનની હડફેટે દીપડો આવતાં તેનું મૃત્યુ નીપજ્યું હતુ. દીપડાના મૃત્યુ બાદ વનવિભાગ અને રેલવે સત્તાવાળાઓને ગામ વાસીએ જાણ કરતાં વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટના કેવી રીતે બની ?
નાના કાજલીયારા ગામ પાસે રેલવે ટ્રેક પર રાત્રીના સમયે દીપડો પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રેન આવવાની સાથે જ દીપડો ટ્રેનના ટ્રેક પર ચાલતો હોવાથી દીપડાને હડફેટે લીધો હતો. ત્યારબાદ સવારે ગામવાસીને ટ્રેક પર દીપડો કપાયેલો જોવા મળતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. બન્ને પગ કપાઈ જતાં દીપડાનું મૃત્યુ થયું હતું. જેનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયા હાટીના અમરાપુરા ખાતે એનિમલ કેરમાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસની લાલ આંખ