ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જજ સાહેબ ભૂલ થઈ ગઈ: કેજરીવાલે વધુ એક કેસમાં કોર્ટમાં માફી માગી

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવો ભારે પડ્યો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલ સંબંધિત કથિત અપમાનજનક વીડિયો કેસમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરીને તેમણે ભૂલ કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ફરિયાદીને પૂછ્યું કે, શું તે મુખ્યમંત્રીની માફી પછી કેસ બંધ કરવા માગે છે.

સુપ્રીમ કોર્ટમાં મુખ્યમંત્રી કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે, “હું એટલું જ કહીશ કે મેં રીટ્વીટ કરીને ભૂલ કરી છે.’ તેના પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી કેજરીવાલની અરજી પર નોટિસ જારી કર્યા વિના ફરિયાદીને પૂછ્યું કે, “શું તે મુખ્યમંત્રીની માફી પછી કેસ બંધ કરવા માગે છે.” સુપ્રીમ કોર્ટની બેંચે નીચલી કોર્ટને કેજરીવાલ સાથે સંબંધિત માનહાનિના કેસની સુનાવણી 11 માર્ચ સુધી ન કરવા પણ કહ્યું હતું.

સમગ્ર મામલો શું છે ?

અગાઉ હાઈકોર્ટે કેજરીવાલને અપરાધિક માનહાનિના કેસમાં આરોપી તરીકે જારી કરાયેલા સમન્સને યથાવત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 5મી ફેબ્રુઆરીના પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, “કથિત અપમાનજનક સામગ્રીને ફરીથી પોસ્ટ કરવા પર માનહાનિનો કાયદો લાગુ થશે.”

ટ્વીટનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો ન હતો: કેજરીવાલ

જો કે, સીએમ કેજરીવાલે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, નીચલી કોર્ટ એ સમજવામાં નિષ્ફળ રહી છે કે તેમના ટ્વીટનો હેતુ ફરિયાદી વિકાસ સાંકૃત્યયનને નુકસાન પહોંચાડવાનો ન હતો. હાઈકોર્ટ સમક્ષ કેજરીવાલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગૌણ અદાલતે સમન્સ જારી કરવા પાછળનું કોઈ કારણ ન બતાવીને ભૂલ કરી હતી અને આદેશો ‘પ્રથમ દૃષ્ટિએ’ ન્યાયિક વિવેકબુદ્ધિ અનુસાર ન હતા. ફરિયાદી વિજય સાંકૃત્યાયને દાવો કર્યો હતો કે, ‘BJP IT સેલ ભાગ-II’ નામનો YouTube વીડિયો જર્મની સ્થિત ધ્રુવ રાઠી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ખોટા અને બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા.”

આ પણ જુઓ: EDના 7મા સમન્સ પર પણ કેજરીવાલ હાજર નહીં થાય, AAPએ કહ્યું : રોજ સમન્સ મોકલવાને બદલે..

Back to top button