ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપીમાં વ્યાસજીના તહેખાનામાં પૂજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટનો મુસ્લિમ પક્ષને મોટો ફટકો

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ), 26 ફેબ્રુઆરી: અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દેતા વ્યાસના તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા ચાલુ રાખવા જણાવ્યું છે. આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની વિરુદ્ધ મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટ સામે ફરિયાદ દાખલ કરી છે. જો કે, અહીં પણ મુસ્લિમ પક્ષ નિરાશ થયો હતો અને અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં પૂજા કરવાનો હિન્દુઓના ચુકાદાને અનામત રાખ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ હજુ પણ મુસ્લિમ પક્ષ માટે ખુલ્લો છે અને કદાચ બની શકે છે, મુસ્લિમ પક્ષ માટે આગામી પગલું સુપ્રીમ કોર્ટ હશે.

મુસ્લિમ પક્ષ પૂજા પર રોક લગાવવાની માંગણી કરી હતી

અગાઉ, હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વારાણસી કોર્ટના આદેશને અંજુમન ઇન્તેજામિયા કમિટિએ પડકાર્યો હતો, જેમાં પૂજા પર રોક લગાવવાનું કહેવામાં આવ્યું હતું. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે વારાણસી કોર્ટ દ્વારા ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરાયા છે, જેઓ પહેલેથી જ કાશી વિશ્વનાથ મંદિરના સભ્ય છે. તેથી તેમની નિમણૂક થઈ શકે નહીં. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું છે કે દસ્તાવેજમાં કોઈ ભોંયરું હોવાનો ઉલ્લેખ નથી. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું હતું કે વ્યાસજીએ પહેલા જ પૂજાના અધિકાર ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દીધા છે. તેમને અરજી દાખલ કરવાનો અધિકાર નથી.

આદેશ બાદ તહેખાનાને ખોલવામાં આવ્યું હતું

મહત્ત્વનું છે કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ તહેખાનાને ખોલવામાં આવ્યું હતું. આ મામલામાં શૈલેન્દ્ર કુમાર પાઠકે પણ કેસ દાખલ કર્યો હતો, ત્યારબાદ 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ પર હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જિલ્લાના ન્યાયાધીશના આદેશ બાદ કાશી વિશ્વનાથ ટ્રસ્ટે પૂજા આરંભી હતી.

જ્ઞાનવાપી તહેખાનાનો શું છે વિવાદ?

વાસ્તવમાં, પૂજાની શરૂઆત પહેલા હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસજીના તહેખાનામાં પૂજા અટકાવી દીધી હતી. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ. તે જ સમયે, મુસ્લિમ પક્ષે પ્લેસ ઑફ વર્શીપ એક્ટને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજીના તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો.

આ પણ વાંચો: સનાતન ગ્રંથોથી માંડી અંગ્રેજી ઈતિહાસકારો શું કહે છે જ્ઞાનવાપી વિશે? જાણો

Back to top button