જો બાઈડનને કોર્ટમાંથી મોટો આંચકો, વિદ્યાર્થીઓની અબજો ડોલરની લોન માફી યોજના પર મુક્યો પ્રતિબંધ
યુએસ પ્રમુખ જો બાઈડનને અબજો ડોલરની સ્ટુડન્ટ લોન માફ કરવાની યોજના પર કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. ફેડરલ એપેલેટ કોર્ટે આ યોજના પર કામચલાઉ સ્ટે મૂક્યો છે. રિપબ્લિકન પાર્ટી દ્વારા શાસિત 6 રાજ્યોની અરજી પર વિચારણા કર્યા બાદ કોર્ટે અરજી રોકવાનો નિર્ણય લીધો છે. આ રાજ્યો વતી અરજીમાં લોન માફી યોજનાને રોકવાની અપીલ કરવામાં આવી હતી. કોર્ટે બાઈડન પ્રશાસનને કડક રીતે આદેશ આપતા કહ્યું કે જ્યાં સુધી અપીલ પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ યોજનાને આગળ વધારવામાં ન આવે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે લોન માફી માટે અરજી કરનારા 20 કરોડ લેનારાઓ પર કેટલી અને શું અસર થશે.
આટલા કરોડ વિદ્યાર્થીઓએ અરજી કરી
હકીકતમાં, બાઈડન વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોન માફી 15મી નવેમ્બર સુધીમાં શરૂ થશે. લાખો અમેરિકનોને બાઈડનની યોજના હેઠળ તેમનું દેવું માફ કરવાની અપેક્ષા હતી, જ્યારે હવે આ અંગે શંકા છે. રાષ્ટ્રપતિ જો બાઈડને એક યુનિવર્સિટીમાં કહ્યું કે, ઓનલાઈન એપ્લિકેશન ઉપલબ્ધ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 20 મિલિયન વિદ્યાર્થીઓએ લોન માફી માટે અરજી કરી છે.
આ યોજના હેઠળ ઘણા કરોડ ધિરાણકર્તાઓ પાત્ર છે
આ યોજના મુજબ 1 લાખ 25 હજાર યુએસ ડોલરથી ઓછી કમાણી કરતા વિદ્યાર્થીઓ અથવા 2 લાખ 50 હજાર ડોલરથી ઓછી કમાણી કરતા પરિવારના વિદ્યાર્થીઓ માટે 10-10 હજાર ડોલરની લોન માફ કરવામાં આવશે. યોજના મુજબ, લગભગ 4 કરોડ 30 લાખ ધિરાણકર્તાઓ લોન માફી માટે પાત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતના કર્યા વખાણ.. તો અમેરિકાને લઈને આપી ચેતવણી