ગુજરાતદક્ષિણ ગુજરાત

લ્યો બોલો! સુરતમાં એક બે નહી પરંતુ એક સાથે 32 હીરા વેપારીઓ સાથે છેતરપિંડી, આરોપી પોલીસ પકડમાં

સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલી કરતા એક દલાલે 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. દલાલે હીરાના વેપારીઓ સાથે વિશ્વાસ કેળવી છેતરપીંડી કરી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

એક સાથે 32 વેપારીઓ સાથે છેતરપિંડી

ડાયમંડ સિટીમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હીરાનગરીમાંથી એક બે નહી નહીં પરંતું એક સામટા 32 વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ હીરા વેપારીઓને ઊંચી કિંમતની લાલચ આપી દલાલે બાટલીમાં ઉતારી કરોડો રુપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. વેપારીઓ પાસેથી 7 કરોડ 90 લાખની રકમ લઈ દલાલ રફુચક્કર થઈ જતા ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેથી પોલીસે ફરાર આરોપીની શોધખોળ કરી હતી આજે આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે.

હીરા વેપારીઓ સાથે છેતરપિંડી-humdekhengenews

દલાલે કેવી રીતે કરી ઠગાઈ ?

જાણકારી મુજબ સુરતમાં મહાવીર ઉર્ફે મુસભાઈ અગ્રાવત નામનો શખ્સ હીરાની દલાલી કરતો હતો. અને તેના પિતા પણ છેલ્લા 25 વર્ષથી હીરા દલાલીના વ્યવસાઈ સાથે જોડાયેલા હોવાથી પુત્ર મહાવીર પર હીરા વેપારીઓને આસાનીથી ભરોસો થઈ ગયો હતો. આ બવાતનો લાભ લઈ મહાવીરે સુરતના અલગ અલગ 32 જેટલા વેપારીઓને ઊંચા ભાવની લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. અને પછીથી અંદાજીત 7.86 કરોડ રૂપિયાની કિંમતના હીરાના પેકેટ મેળવી લીધા હતા. અને આ હીરા પેકેટ મેળવીને મહાવીર ફરાર થઈ ગયો હતો. જેથી વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં આ દલાલ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ દાખલ કરી હતી.

આરોપી સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો

આ મામલે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસ આરોપીની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહાવીર સુરેન્દ્રનગરમાં છે. જેથી પોલીસ બાતમીવાળા સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો.અને પોલીસે આરોપી પાસેથી 7,89,73,014 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

દલાલીના કામથી કંટાળી ગુનો કર્યો

પોલીસ દ્વારા આરોપી મહાવીરની પૂછપરછ કરતા આ ગુનો તેને ગુનો કબુલ્યો હતો. અને તેને દલાલીના કામથી કંટાળો આવી જતા મોટી કિંમત લઈ સેટ થઈ જવાના વિચારે વેપારીઓ પાસેથી હીરા લઈ ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનું નિવેદન

Back to top button