જાનથી મારી નાખવાની ધમકીઓને લઈને જેઠાલાલે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને લઈને જાનથી મારી નાખવાની ધમકીના સમાચાર વાયું વેગે સોશિયલ મીડિયામાં ફેલાયા છે. જેને લઈને તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે આ બાબતે ખુદ દિલીપ જોશીએ ખુલાસો કર્યો છે.
દિલીપ જોશીના જીવ પર ખતરો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ સીરીયલના મુખ્ય કલાકાર દિલીપ જોશીના જીવ પર ખતરો હોવાની વાતો વહેતી થઈ હતી. કેટલાક એવા અહેવાલ સામે આવ્યા હતા કે કોઇ અજાણી વ્યકિતએ દિલીપ જોષીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. જેના કારણે મહારાષ્ટ્રની મુંબઇ અને નાગપુર પોલીસ સતર્ક બની ગઇ છે. કેટલાક મિડિયા રિપોર્ટ્સમા જણાવવામાં આવી રહ્યું હતુ કે‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીના ઘરે 25 લોકો હથિયાર અને બોમ્બ સાથે પહોંચ્યા હતા. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
દિલીપ જોશીએ કર્યો ખુલાસો
દિલીપ જોશીએ આ વાતને લઈને ખુલાસો કરતા આ વાતની સચ્ચાઈ સામે આવી છે. . દિલીપ જોશીએ આ પ્રકારના સમાચારને ખોટા ગણાવ્યા છે. અને આ સમગ્ર વાત અફવા હોવાનું જણાવ્યું છે. તેમને કીધુ કે મને નથી ખબર આ પ્રકારની અફવા કોને ફેલાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક નિવેદનમાં તેમને કહ્યું કે, આ સમાચાર ખોટા છે, આવું કંઈ થયું નથી. મને નથી ખબર કે તેની શરુઆત ક્યાંથી અને કેવી રીતે થઈ.
ખોટા સમાચાર ફેલાવનારનો માન્યો આભાર
દિલીપ જોશીએ કહ્યું કે, પહેલા તો હું આવા સમાચાર વાંચીને હેરાન પરેશાન થઈ ગયો હતો, પણ તેમણે તેનો પોઝિટીવ પક્ષ જોયો. આ સમાચાર વાંચ્યા બાદ કેટલાય લોકો અને જૂના મિત્રોના પણ ફોન આવ્યા અને મારા હાલચાલ પુછ્યા. આ ખોટા સમાચારને કારણે મને જાણવા મળ્યું કે, લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલા બધા લોકો મારી ચિંતા કરે છે. તે જાણીને મને ખુબ સારુ લાગ્યું
આ પણ વાંચો : છત્તીસગઢમાં ‘શ્રદ્ધા’ જેવી હત્યા, પાણીની ટાંકીમાંથી મળી લાશ, બે મહિના બાદ થયો ખુલાસો