ટ્રેન્ડિંગમનોરંજન

જાહ્નવી કપૂર ઈચ્છે છે ત્રણ બાળકો, કહ્યું લગ્ન કરીને પતિ સાથે તિરુપતિ રહીશ!

  • જાહ્નવીએ કહ્યું, ‘મને લાગે છે કે 3નો આંકડો સારો છે, પહેલું તો એ મારા માટે લકી નંબર છે અને બીજું ઝઘડા હંમેશા બે લોકો વચ્ચે થાય છે

HD ન્યુઝ ડેસ્કઃ જાહ્નવી કપૂર Janhvi Kapoor અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમ સુંદરી તાજેતરમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બંને ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ બંને કપિલ શર્માના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન જાહ્નવીએ કહ્યું કે તે 3 બાળકો ઇચ્છે છે અને તે દક્ષિણમાં સ્થાયી થવા માંગે છે. કપિલે તેને આ પાછળનું કારણ પણ પૂછ્યું હતું, જાણો તેણે શું કહ્યું.

જાહ્નવીને 3 બાળકો કેમ જોઈએ છે?

જાહ્નવીએ કહ્યું, ‘મને લાગે છે કે 3નો આંકડો સારો છે, પહેલું તો એ મારા માટે લકી નંબર છે અને બીજું ઝઘડા હંમેશા બે લોકો વચ્ચે થાય છે. આવી સ્થિતિમાં એકનો ટેકો જરૂરી છે. એક બાળક હંમેશા ડબલ ઢોલકી હોય તે બંનેને સપોર્ટ કરશે. મેં ખૂબ વિચાર કર્યા પછી આ યોજના બનાવી છે.’ જાહ્નવીની આ વાત સાંભળીને કપિલ જ નહીં, સિદ્ધાર્થ અને બાકીના પ્રેક્ષકો પણ હસવા લાગ્યા હતા.

જાહ્નવીનું ફેમિલી પ્લાનિંગ

આ પહેલા જાહ્નવીએ કોમલ નાહટાના શોમાં કહ્યું હતું કે, ‘હું લગ્ન કરીને મારા પતિ અને બાળકો સાથે તિરુમાલા તિરુપતિમાં Tirupati રહેવા માંગુ છું. અમે દરરોજ કેળાના પાન પર ભોજન કરીશું અને ગોવિંદા-ગોવિંદા સાંભળીશું. મારા વાળમાં મોગરા લગાવીશ અને હું મણિરત્નમનું સંગીત સાંભળીશ. હું મારા પતિના વાળમાં તેલ લગાવીશ.’ જાહ્નવીનો તિરુપતિ સાથે ખાસ સંબંધ છે. તે દર વર્ષે પોતાની અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની જન્મજયંતિ પર ત્યાં જાય છે.

જાહ્નવી કેવા પ્રકારના લગ્ન ઈચ્છે છે?

લગ્ન અંગે જાહ્નવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેના લગ્ન તિરુપતિમાં થાય અને તેની મહેંદી અને સંગીત સમારોહ શ્રીદેવીના પૈતૃક ઘરમાં થાય. જાહ્નવી લાંબા સમયથી શિખર પહારિયાને ડેટ કરી રહી છે. બંને ખુલ્લેઆમ એકબીજા સાથે ફોટા શેર કરે છે અને એકબીજા સાથે વેકેશન પર પણ જાય છે.

આ પણ વાંચોઃ તમિલ એક્ટર વિશાલે 12 વર્ષ નાની સાઈ ધનશીકા સાથે કરી સગાઈ, 48મા જન્મદિવસે શેર કરી તસવીરો

Back to top button