ટ્રેન્ડિંગમનોરંજન

જ્હાનવી કપૂરે જણાવ્યું રહસ્ય, શા માટે દર વર્ષે જાય છે તિરુપતિ બાલાજી?

  • દર વર્ષે જ્હાનવી તેના જન્મદિવસે તિરુપતિ બાલાજી મંદિરે જતી જોવા મળે છે. માત્ર જન્મદિવસ પર જ નહીં, તે ઘણા પ્રસંગે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે

27 મે, મુંબઈઃ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂરે હવે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી‘ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 31 મેના રોજ રીલીઝ થઈ રહી છે. જાહ્નવી અત્યારે આ ફિલ્મ માચે જોરશોરથી પ્રમોશન કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે તેની દિવંગત માતા શ્રીદેવી સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.

જાન્હવી શા માટે છે ધાર્મિક?

દર વર્ષે જાહ્નવી તેના જન્મદિવસે તિરુપતિ બાલાજી મંદિરે જતી જોવા મળે છે. માત્ર જન્મદિવસ પર જ નહીં, તે ઘણા પ્રસંગે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે. માતાના નિધન બાદ અભિનેત્રીમાં આ બદલાવ આવ્યો છે. જાહ્નવીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી માતા કેટલીક વિચિત્ર બાબતોમાં વિશ્વાસ કરતી હતી, જેમ કે કોઈ પણ કામને શુભ દિવસે જ કરવું, શુક્રવારના દિવસે વાળ ન કાપવા, શુક્રવારે કાળા કપડાં ન પહેરવા જેથી માતા લક્ષ્મીની કૃપા રહે. હું આવી અંધશ્રદ્ધાઓ કે માન્યતાઓમાં કદી વિશ્વાસ કરતી ન હતી.

અભિનેત્રીએ આગળ કહ્યું કે, માતાના નિધન ખબર નહીં, પરંતુ એવું શું થયું કે મેં આ વાતો પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તે જીવતી હતી ત્યારે અમે પૂજા કરતા હતા કારણ કે મારી માતા આમ કરતી હતી, પરંતુ તેના મૃત્યુ પછી મારો દ્રષ્ટિકોણહિંદુત્વ અને સંસ્કૃતિ વિશે બદલાઈ ગયો.

જ્હાનવી કપૂરે જણાવ્યું રહસ્ય, શા માટે દર વર્ષે જાય છે તિરુપતિ મંદિર? hum dekhenge news

આ કારણે જાય છે તિરુપતિ

જ્હાનવી કપૂર અવારનવાર તિરુપતિ બાલાજીના દર્શન કરવા જાય છે. તેના વિશે વાત કરતાં તે કહે છે કે, શ્રીદેવીનું તેની સાથે ખાસ કનેક્શન છે. તેણે કહ્યું કે હું નાનપણી જ સાંભળતી આવી છું કે માનું બાલાજી સાથે એક અલગ જોડાણ છે. મા હંમેશા તેમનું નામ નારાયણ નારાયણ નારાયણ જપતી હતી. જ્યારે તે કામ કરતી હતી, ત્યારે તે દર વર્ષે તેના જન્મદિવસ પર તિરુપતિ જતી હતી, પરંતુ લગ્ન બાદ તેણે મંદિર જવાનું બંધ કરી દીધું હતું.

માતાના ગયા પછી મેં નક્કી કર્યું હતું કે હું તેમના દરેક જન્મદિવસે તિરુપતિ બાલાજી જઈશ. પહેલીવાર હું ત્યાં ગઈ ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ત્યાં ખૂબ જ શાંતિ હતી. ત્યારપછી મેં નક્કી કર્યું કે દરેક મોટા કામ પહેલા હું તિરુપતિ મંદિર અચૂક જઈશ.

આ પણ વાંચોઃ કરણ જોહરે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સાથે કરી ધડક-2ની જાહેરાત

Back to top button