હજી પણ ઠંડી આવશે, હવામાન વિભાગે આગામી દિવસ માટે કરી મોટી આગાહી
રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. અને કડકડતી ઠંડી વચ્ચે માવઠાઓ લોકોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકશાન પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં નવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી
હવામાનમાં પલટો આવવાને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની હવે શક્યતા નહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આગામી સમયમાં ઠંડી વધવાની શક્યતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. અને પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડો થવાને કારણે આગામી દિવસોમાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. એટલે કે રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમા અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને મોટૂ નુકશાન થયું છે. રવિ પાકો પર માવઠાની ભારે અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળવાની ભિતી ખેડૂતોને સતાવી રહી હતી. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આ આગાહીને પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો છવાયો : પ્રથમ નંબરે થયો વિજેતા