નેશનલ

‘આયુર્વેદ,યોગ જેવી સ્વદેશી તબીબી પ્રણાલીઓને આધુનિક તબીબી પદ્ધતિઓ સાથે સાંકળવી એ સમયની જરૂરિયાત છે’

Text To Speech

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નેશનલ એકેડમી ઑફ મેડિકલ સાયન્સ (NAMS)ના 62મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. ડૉ. રાજીવ કુમાર, ઉપાધ્યક્ષ, નીતિ આયોગ, ડૉ. એસ. કે. સરીન, પ્રમુખ, NAMS, ડૉ. આર. દયાલ, ઉપપ્રમુખ, NAMS અને ડૉ. S.C. ગોપાલ, ભૂતપૂર્વ પ્રમુખ, NAMS પણ હાજર રહ્યા હતા. NAMSને તેના 62મા સ્થાપના દિવસ પર અભિનંદન આપતા, ડૉ. મનસુખ માંડવિયાએ દેશભરમાંથી આ કાર્યક્રમમાં 20થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓની સહભાગિતા બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી.

'It takes time to integrate indigenous medical systems like Ayurveda, Yoga with modern medical practices'
નેશનલ એકેડમી ઑફ મેડિકલ સાયન્સના 62મા સ્થાપના દિવસે કાર્યક્રમ યોજાયો

ભારતમાં માનવશક્તિ કે મગજશક્તિની અછત ક્યારેય નહોતી
ભારતના કલ્યાણમાં નેશનલ એકેડમી ઑફ મેડિકલ સાયન્સના સકારાત્મક યોગદાન માટે તેની પ્રશંસા કરતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “આ રાષ્ટ્રમાં ક્યારેય માનવશક્તિ કે મગજશક્તિની અછત નહોતી. આપણે ફક્ત આત્મવિશ્વાસ રાખવો પડશે.” તેમણે પ્રેક્ષકોને પોતાના સ્વદેશી સંશોધનને આગળ ધપાવવા માટે આત્મવિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. આયુર્વેદ, યોગ જેવી આપણી પોતાની સ્વદેશી તબીબી પ્રણાલીઓને આધુનિક તબીબી પદ્ધતિઓ સાથે સાંકળી લેવી એ સમયની જરૂરિયાત છે. સંશોધન અને નવીનતા પર વધુ ભાર મૂકવો જોઈએ”

ભારતની કોવિડ મેનેજમેન્ટ વ્યૂહરચના પર વિશ્વએ વિશ્વાસ કર્યો
કોવિડ રોગચાળા દરમિયાન તાજેતરમાં જોવા મળેલી ભારતની આરોગ્ય સંભાળ સુવિધાઓમાં થયેલી પ્રગતિ અંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતુ કે, “અમે માત્ર કોવિડ-19 રસી જ વિકસાવી નથી પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેનું ઉત્પાદન અને નિકાસ પણ કરી છે. ભારતની કોવિડ મેનેજમેન્ટ વ્યૂહરચના પર વિશ્વએ વિશ્વાસ કર્યો અને તેની પ્રસંશા પણ કરી. આપણે માત્ર રોગચાળાને સારી રીતે સંચાલિત કરવામાં સક્ષમ ન હતા પરંતુ વૈશ્વિક સ્તરે આપણી શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ શેર કરી હતી. ડૉ. માંડવિયાએ એકેડેમી અને સંશોધકોને સંશોધન અને નવીનતામાં ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ભારતમાં આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે જનતાના કોઈપણ સૂચનને આવકાર આપ્યો હતો.

Back to top button