ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત, ડ્રાઈવરની હાલત ગંભીર

Text To Speech

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.ત્યારે આજે અમદાવાદમાંથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે હાઈવે પરથી જતી સ્કૂલ બસ ડિવાઈડર પર ચડીને વૃક્ષ સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં સ્કૂલ બસ ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. હાઈવે પરથી જતી સ્કૂલ બસ ડિવાઈડર પર ચડીને વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્કૂલ બસ ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જેની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે સદનસીબે બસમાં બાળકો સવાર ન હોવાથી આજે મોટી દુર્ધટના સર્જાતા ટળી હતી.

અમદાવાદ અકસ્માત-humdekhengenews

આ પણ વાંચો : મણિપુરમાં સ્થિતિમાં કોઈ સુધારો નહીં, અમિત શાહ આદિવાસી સંગઠનને મળશે

થોડા દિવસ પહેલા પણ સેકુલ બસનો સર્જાયો હતો અક્સમાત

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એરપોર્ટ રોડ પર આર્મી કેમ્પની સામે ચાલુ બસે ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. અને ઘટનાને પગલેઆર્મી જવાનો દોડી આવ્યા હતા. અને આ આર્મી જવાનોએ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપી હતી.

આ પણ વાંચો : BREAKING NEWS : રાહુલ ગાંધીની સંસદમાં ઘર વાપસી, લોકસભા સચિવાલયે બહાર પાડ્યું જાહેરનામું

Back to top button