લોકોએ પૂછેલા સવાલોના જવાબમાં અપશબ્દો સંભળાવી રહ્યું છે Grok AI! સરકારે એક્શન લીધી


Grok AI Using Hindi Slang: સોશિયલ મીડિયા મંચ એક્સના એઆઈ ચેટબોટ ગ્રોક તરફથી આપવામાં આવતા જવાનોમાં હિન્દી અપશબ્દોનો પણ ઉપયોગ કરવાની ઘટનાને લઈને માહિતી અને પ્રસારણ મંત્રાલય તપાસ કરશે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે.
સૂત્રોએ બુધવારે આ જાણકારી આપતા જણાવ્યું છે કે, મંત્રાલય ગ્રોકના સ્તર પર અપશબ્દોનો ઉપયોગને લઈને સોશિયલ મીડિયા મંચ એક્સના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલય આ મામલે અને તેના કારણો વિશે તપાસ કરશે, જેના કારણથી ચેટબોટે અપશબ્દોનો ઉપયોગ કર્યો.
ગ્રોકના આકરા તેવરે સૌને ચોંકાવ્યા
આ મામલાને લઈને સૂત્રોએ કહ્યું કે, અમે સંપર્કમાં છીએ, અમે તેમને એક્સ સાથે વાત કરી રહ્યા છીએ કે આવું કેવી રીતે થઈ રહ્યું છે. શું મુદ્દો છે. તેઓ અમારી સાથે સંવાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આઈટી મંત્રાલય આ મામલે પણ તપાસ કરી રહ્યું છે. એલન મસ્કની માલિકીવાલા મંચ એક્સ પર રજૂ થયા બાદ શક્તિશાળી એઆઈ ચેટબોક ગ્રોકે હાલમાં પોતાના આકરા તેવરથી સૌને ચોંકાવી દીધા છે. ગ્રોકે યુઝર્સને ઉશ્કેરવા પર હિન્દીમાં અપશબ્દો ભરેલી ભાષાનો ઉપયોગ કર્યો. તેની બેલોસ પ્રતિક્રિયાઓએ યુઝર્સને ભ્રમિત કરી દીધા અને સોશિયલ મીડિયા પર એઆઈના ભવિષ્યને લઈને નવો વિવાદ થયો છે.
શું છે આ ગ્રોક
ગ્રોક એઆઈ એક આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ ચેટબોટ છે. આ ચેટબોટને એલન મસ્કના એઆઈ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન એક્સ એઆઈ તરફથી બનાવવામાં આવ્યું છે. તેને બનાવવા પાછળ કેટલાય ઉદ્દેશ્યો છે કે તે લોકો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવા અને બાકી અન્ય કામોને સરળ બનાવવા. જો કોઈ પણ યૂઝર ગ્રોકને સવાલ કરવા માગે છે તો તેને એક્સ પર @Grokને ટેગ કરીને પૂછી શકે છે. આ ઉપરાંત ગ્રોક એઆઈની સત્તાવાર વેબસાઈટ www.grok.com પર જઈને પણ સવાલો પૂછી શકે છે.
આ પણ વાંચો: વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી બહાર પડી, સૌથી વધારે ખુશ કોણ?