ભાઈ બહોત બડી બાત હૈં: દિલ્હીની એક માત્ર સીટ, જ્યાં કોંગ્રેસ આપી રહી છે સૌને ટક્કર


નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણોમાં ભાજપ 19 સીટો પર આગળ ચાલી રહી છે તો વળી આપ પણ 14 સીટો પર આગળ છે. આ દરમ્યાન સૌની નજર કોંગ્રેસ પર પણ છે. જેણે હજુ એક સીટ પર ખાતું ખોલાવતી દેખાઈ રહી છે. કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ દિલ્હીની બાજલી સીટ પર આગળ ચાલી રહી છએ. અહીંથી કોંગ્રેસે દેવેન્દ્ર યાદવને ઉમેદવાર બનાવ્યા છે.
મતની ગણતરી વચ્ચે મળી રહેલા તાજા આંકડા અનુસાર, બાદલી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો દેખાઈ રહ્યો છે. અહીંથી ઉમેદવાર દેવેન્દ્ર યાદવે લીડ બનાવી છે.
આ વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ સૌથી જૂના ઉમેદવાર અજેશ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે આ વખતે બાદલી સીટથી અહિર દીપક ચૌધરી પર વિશ્વાસ મુક્યો હતો. જ્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર દેવેન્દ્ર યાદવને ફરી એક વાર પર સીટ પરથી મોકો આપ્યો હતો.
2020માં કોણે મારી હતી બાજી
2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના અજેશ યાદવને 29094 વોટના અંતરથી આ સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. તેમને 49.65 ચકા વોટ શેર સાથે 69 427 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના વિજય કુમાર ભગતને 29094 વોટથી હરાવ્યા હતા. વિજય કુમાર ભગતને આ ચૂંટણીમાં કૂલ 40333 વોટ મળ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પરિણામ 2025: શરુઆતી રુઝાનમાં આમ આદમી પાર્ટીએ ભાજપની બરાબરી કરી, અડધી સીટો પર કાંટાની ટક્કર