ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઉંમર વધવાની સાથે હ્રદય નબળું તો નથી પડી રહ્યું ને? ઓળખો આ રીતે

Text To Speech
  • હૃદય નબળું પડવાના શરૂઆતના લક્ષણો આપણા શરીર પર દેખાવા લાગે છે, આ લક્ષણોને અવગણવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે

વધતી ઉંમરનો પ્રભાવ હાર્ટ હેલ્થ પર પણ જોવા મળે છે. જો તમે તમારી જાતને હેલ્ધી રાખવા ઈચ્છતા હો તો તમારે હાર્ટની હેલ્થનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો હૃદય નબળું પડવા લાગે તો તે ગંભીર બાબત છે. હૃદય નબળું પડવાના શરૂઆતના લક્ષણો આપણા શરીર પર દેખાવા લાગે છે, આ લક્ષણોને અવગણવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. ઘણા કારણોસર હૃદયનું આરોગ્ય નબળું પડવા લાગે છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ દવાઓ અથવા ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે પણ હાર્ટ નબળું પડી શકે છે. જાણો હાર્ટની હેલ્થ સારી નથી તેવું કયા લક્ષણો પરથી ખબર પડે છે?

પાંચ લક્ષણો પરથી ખ્યાલ આવે છે હાર્ટની હેલ્થ

ઉંમર વધવાની સાથે હ્રદય નબળું તો નથી પડી રહ્યું ને? ઓળખો આ રીતે hum dekhenge news

છાતીમાં દુખાવો

છાતીમાં દુખાવો એ હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે. આ દુખાવો છાતીમાં જકડન, દબાણ, સ્ક્વિઝિંગ અથવા બર્નિંગ જેવી અનુભવાય છે. આ દુખાવો હાથ, ખભા, પીઠ અથવા જડબામાં પણ ફેલાય છે.

શ્વાસ લેવામાં તકલીફ

જો તમારું હાર્ટ અનહેલ્ધી છે, તો તેને શરીરમાં પૂરતું લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે સૂતા હોવ અથવા કસરત કરી રહ્યા હોવ.

થાક

જો તમારું હૃદય નબળું છે, તો તમે સામાન્ય પ્રવૃત્તિઓથી સરળતાથી થાકી શકો છો. આ થાક એટલો ગંભીર હોઈ શકે છે કે તમે કામ કે દૈનિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી.

પગ અને પગની ઘૂંટીઓમાં સોજો

જ્યારે હૃદય નબળું હોય છે, ત્યારે તે શરીરના તમામ ભાગોમાં અસરકારક રીતે લોહી પંપ કરી શકતું નથી. જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવી શકે છે.

ચક્કર આવવા

જો તમારું હૃદય નબળું પડવા લાગે છે, તો તમારા મગજને પૂરતું લોહી મળતું નથી. જેના કારણે આંખો સામે અંધારા આવવાની સાથે ચક્કર આવવા કે ગભરામણ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ  પાણીમાં મીઠું નાંખીને નહાવાથી થાય છે તમે વિચાર્યું નહિ હોય તેવા ફાયદા

Back to top button