ઈશાન કિશન અને અર્શદીપ સિંહ IPLના આગામી પેઢીના સુપરસ્ટાર, કોણે કરી આગાહી ?


ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને પોતાની બેટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં જ ઈશાન કિશને બાંગ્લાદેશ સામે વનડેમાં રેકોર્ડ બેવડી સદી ફટકારી હતી. આ સિવાય IPLમાં ઈશાન કિશનનું સારુ પર્ફોમન્સ રહ્યું છે. અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાનો ઉભરતો બોલર છે. આ બોલરે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને અર્શદીપ સિંહે નવા બોલ સાથે પાવરપ્લેમાં એક અલગ જ છાપ છોડી છે. ભારતીય ટીમ સિવાય અર્શદીપ સિંહ IPLમાં પંજાબ કિંગ્સનો ભાગ છે. જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબની ટીમ માટે રમી રહ્યો છે.

‘ઈશાન કિશન અને અર્શદીપ સિંહ નેક્સ્ટ જનરેશનના સુપરસ્ટાર’
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ અને ભારતીય ટીમના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ ઈશાન કિશન અને અર્શદીપ સિંહ પર મોટું નિવેદન આપ્યું છે. ખરેખર, ક્રિસ ગેલ અને અનિલ કુંબલે માને છે કે ઇશાન કિશન અને અર્શદીપ સિંહ ભવિષ્યના સુપરસ્ટાર છે. ક્રિસ ગેલ અને અનિલ કુંબલેના મતે, ઇશાન કિશન અને અર્શદીપ સિંહ IPLમાં આગામી પેઢીના સુપરસ્ટાર હશે. ઉપરાંત, બંને ભૂતપૂર્વ દિગ્ગજોનું માનવું છે કે ઇશાન કિશન અને અર્શદીપ સિંહ IPL સિવાય ટીમ ઇન્ડિયા માટે મોટા ખેલાડી સાબિત થશે.
ઈશાન કિશન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે
ઈશાન કિશન IPLમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. ઈશાન કિશન વર્ષ 2018થી મુંબઈનો એક ભાગ છે. રોહિત શર્માની ટીમે IPL મેગા ઓક્શન 2022માં ઈશાન કિશનને રેકોર્ડ કિંમતે સામેલ કર્યો. જ્યારે અરશદીપ સિંહને IPL 2022ની હરાજી પહેલા પંજાબ કિંગ્સે જાળવી રાખ્યો હતો. આ પછી અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી. એશિયા કપ સિવાય પંજાબના આ યુવા ફાસ્ટ બોલરે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. પાવરપ્લે ઓવરો સિવાય અર્શદીપ સિંહે ડેથ ઓવરોમાં પણ પોતાની કુશળતા બતાવી છે.