ઈશા અંબાણીની મોટી ડીલ – 145 સ્ટોર ધરાવતી 24 સેવન ગ્રોસરી ફર્મને કરી શકે છે ટેકઓવર
- ઈશા અંબાણી ચલાવે છે રિલાયન્સ રિટેલ્સ
- 24સેવન કરી શકે છે ટેકઓવર
- 24 સેવન ચેઈનને ખરીદવા ટાટાટ્રેન્ડ અને ડી-માર્ટને પણ રસ
HDNEWS, 18 એપ્રિલ: દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાં પિતાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં અલગ-અલગ જવાબદારી સંભાળી રહી છે. હાલમાં તે એક રીલાયન્સ જીયોની ડાયરેક્ટર છે તે સાથે રિલાયન્સગ્રુપની કંપની ગ્રોસરી ચેઈન રીલાયન્સ રીટેલનું પણ સફળતાપુર્વક સંચાલન કરીને તેને એક નવી હાઈટ્સ આપી છે. મલ્ટિપલ બિઝનેસ સેગમેન્ટમાં સંકળાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ 1983000 કરોડ રુપિયા છે. જેનું સંચાલનમાં ચેરપર્સન મુકેશ અંબાણી સહિત તેમના પરિવારના સભ્યો જેવાકે નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી, અંનત અંબાણી, આનંદ જૈન, મનોજ મોદી દ્રારા સંચાલન કરવામાં આવે છે. મલ્ટિપલ બિઝનેસ શ્રેણીમાંથી રિલાયન્સ રિટેલ જેની વેલ્યુએશન 820000 કરોડ રુપિયા છે. એક અહેવાલ અનુસાર ઈશાએ ગ્રોસરી ચેઈનને આગળ વધારવા કેકે મોદી જુથની ગોડફ્રી ફિલિપ્સની 24સેવન ગ્રોસરી ટેકઓવર કરવા માટે વિચારી રહી છે.
’24 સેવન’
પ્રાપ્ત માહિતી અનુુસાર, 24સેવન પણ એક ગ્રોસરી ચેઈન છે કે જેનું કેકે મોદી ગ્રુપ પણ સર્પોટર છે. ગોડફ્રી ફિલિપ્સ હાલમાં 24 સેવનું સંચાલન કરી રહ્યા છે. જેની સાથે ઈશા અંબાણી ખરીદી શકે છે અને તે માટે કંપનીના ઓનર સાથે ડીલ પણ ચાલી રહી છે. 24 સેવનના દીલ્હી એનસીઆર, પંજાબ અને હૈદરાબાદમાં કુલ 145 જેટલા સ્ટોર આવેલા છે. આ ફ્રેન્ચાઈઝી સ્નેક્સ, ઠંડા પીણાં, કરીયાણાની વસ્તુઓ, નાસ્તાં અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રહી છે. 24સેવનની ખાસિયત એ છે કે તેના મોટા ભાગના સ્ટોર વીકના સાતેય દીવસ ઓપન હોય છે.
‘7 ઈલેવન’ માં પણ ભાગીદારી ધરાવે છે
24સેવનના ઓનર ગોડફ્રી પણ પોતાની ચેઈનના સેલિંગમાટે રિલાયન્સ રિટેલની સાથે સાથે ટાટા ટ્રેન્ડ અને ડી-માર્ટ જેવી ગ્રોસરી ચેઈન સાથે પણ વાટાઘાટ કરી રહ્યું છે. જોકે ઈશા અંબાણી આ રેસમાં આગળ જણાતી હોય જો તેની 24સેવન સાથે ડીલ ફાઈનલ થાય છે તો આ કંપનીની ઓનર પણ બની શકે છે. આ સિવાય તેની રિલાયન્સ રિટેલ ટેક્સાસ બેઝ 7 ઈલેવન ફર્મમાં પણ પોતાની ભાગીદારી ધરાવે છે અને તેના 50 જેટલા સ્ટોર પણ ચલાવે છે.
આ પણ વાંચો: ગરીબ પરિવારમાં જન્મેલા ગુજરાતના આ વ્યક્તિએ બનાવ્યું રૂ. 160 અબજનું બિઝનેસ સામ્રાજ્ય