ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

શું ખરેખર કોવિડના નવા વેરિયન્ટ BF.7 થી કાળજી રાખવાની જરૂર છે ? નિષ્ણાંતોએ આપી સલાહ

Text To Speech

ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ BA.5.1.7 અને BF.7ને કોવિડ -19નો સૌથી નવો સ્ટ્રેન માનવામાં આવે છે. ભારતમાં પણ BF.7નો એક કેસ સામે આવી ગયો છે. તેવામાં નિષ્ણાંતોનું કહેવું છે કે તહેવારના સમયમાં લોકો ખાસ સાવધાની રાખે તે ખુબ જ જરૂરી છે. આ નવા વેરિયન્ટને ખુબ ચેપી માનવામાં આવી રહ્યો છે અને દિવાળી દરમિયાન કોરોનાની નવી લહેરના આગમનને લઈને ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસની મહામારીએ આખી દુનિયાને બદલી નાખી છે. ભારતમાં છેલ્લા થોડા મહિનાઓથી લોકો સમજી રહ્યા હતા કે આ મહામારીનો અંત આવી ગયો છે. પરતું નવી લહેરના આવતા જ એ વિચાર ખોટો સાબિત થઇ ગયો. ભારત સહિત આખી દુનિયામાં કોરોનાના 2 વેરિયન્ટ સામે આવ્યા છે જે ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે. આ નવા સબ વેરિયન્ટના નામ BA.5.1.7 અને BF.7 છે. આ નવા વેરિયન્ટને ખુબ ચેપી માનવામાં આવી રહ્યો છે અને તહેવારોના સમયમાં કોરોનાના કેસો વધવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

ઓમિક્રોન BF.7 શું છે ?

ઓમિક્રોનનો નવો સબ વેરિયન્ટ BF.7 સૌથી પહેલા નોર્થવેસ્ટ ચીનના મંગોલિયાના પ્રદેશમાંથી મળી આવ્યો હતો અને આ જ સબ વેરિયન્ટના લીધે ચીનમાં કેસો વધી રહ્યા છે. ઓમિક્રોનનો આ નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જીયમમાં પણ નવા વેરિયન્ટના કેસો મળી રહ્યા છે.

આ નવા ઓમિક્રોન BF.7ને ‘ઓમિક્રોન સ્પોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પણ ઓમિક્રોન BF.7નો એક કેસ નોધવામાં આવ્યો છે. BF.7નો આ કેસ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં જોવા મળ્યો છે. એવામાં નિષ્ણાંતોએ તહેવારો દરમિયાન ખાસ સાવચેતી રાખવાનું જણાવ્યું છે.

COVID 19

શું છે નિષ્ણાંતનો મત ?

નિષ્ણાંતો જણાવે છે કે, આ વેરિયન્ટનો ચેપ દર ખૂબ ઊંચો છે. તેઓ મુજબ ઓમિક્રોન અને તેના સબ વેરિયન્ટના લક્ષણો ખુબ સામાન્ય છે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ જે લોકો હૃદય રોગ, કિડની રોગ અને લીવર રોગની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેવા લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.

શું છે ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF.7ના સામાન્ય લક્ષણો?

  • સતત ઉધરસ
  • સાંભળવામાં તકલીફ
  • છાતીનો દુખાવો
  • ધ્રુજારી થવી
  • સુગંધ આવતી બંધ થઇ જવી

શું આ વેરિયન્ટથી ડરવાની જરૂર છે ?

નવા વેરિયન્ટ આવવાની સાથે જ કોવિડ -19ના કેસો વધવા લાગે છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. જયારે પણ કોવિડનો નવો કોઈ વેરિયન્ટ આવે છે તો કોરોના સંક્રમણ વધવાની શક્યતા ખુબ વધી જાય છે. નિષ્ણાંતોના મુજબ તહેવારના સમયમાં મોટા ભાગના લોકો ખરીદી કરવા નીકળી જતા હોય છે અને ત્યાં સામાજિક અંતર જળવવામાં આવતું નથી. તેની સાથે જ પ્રવાસ દરમિયાન લોકો માસ્ક નથી પહેરતા જેના લીધે કોવિડના કેસો ઝડપથી વધતા હોઈ છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ તહેવારના સમયમાં માસ્ક પહેરવાથી લઈને સામાજિક અંતર જેવી બધી જ સાવચેતી રાખવી જોઈએ. તેની સાથે જ બને ત્યાં સુધી ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળો.

ઓમિક્રોનના નવા વેરિયન્ટની ચિંતા શું છે ?

ઓમિક્રોનનો આ સબ વેરિયન્ટ અગાઉના ચેપ અથવા રસીકરણ દ્વારા બનાવેલ એન્ટિબોડીઝને સરળતાથી ટાળી શકે છે. આ બાબતમાં આ વેરિયન્ટ પાછળના બધા જ વેરિયન્ટથી વધુ શક્તિશાળી છે.

Back to top button