ટોપ ન્યૂઝનેશનલ

વેક્સિન લગાડવા માટે કોઈને મજબૂર ન કરી શકાય, કોવિડ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Text To Speech

કોવિડ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનાની વેક્સિન લેવા માટે કોઈને મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં કોવિડ વેક્સિનેશનની અનિવાર્યતાને ગેરબંધારણિય જાહેર કરવાની એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટે આ મહત્વની ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીતિ નિર્માણ પર કંઈ પણ કહેવું યોગ્ય નથી પરંતુ કોઈને પણ વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. સરકાર જનહિતમાં લોકોને જાગરુત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કોવિડ વેક્સિનેશનની અનિવાર્યતાને ગેરબંધારણિય જાહેર કરવાની એક અરજી પર ચુકાદો આપતા આ વાત કરી હતી. કોર્ટે કહ્યું કે નીતિ નિર્માણ પર કંઈ પણ કહેવું યોગ્ય નથી, પરંતુ કોઈને પણ વેક્સિન લગાડવા માટે મજબૂર ન કરી શકાય.

વેક્સિનની અનિવાર્યતાને લઈને લગાડવામાં આવેલા પ્રતિબંધો રાજ્ય સરકાર હટાવેઃ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર જનહિતમાં લોકોને જાગરુત કરી શકે છે. બીમારીને અટકાવવા માટે પ્રતિબંધો લગાવી શકે છે, પરંતુ વેક્સિન લગાડવા અને કોઈ પણ પ્રકારની દવા લેવા માટે મજબૂર ન કરી શકાય. કેટલીક સરકારોએ મહામારી દરમિયાન વેક્સિનની અનિવાર્યતાને લઈને જે પ્રતિબંધો મૂક્યા હતા તેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે.

વેક્સિન લેવી કે ન લેવી દરેક નાગરિકનો અંગત નિર્ણયઃ સુપ્રીમ કોર્ટ
કોર્ટે પોતાના ચુકાદામાં કેન્દ્ર સરકારને જનતા અને ડોકટર સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવાનું કહ્યું છે, જેમાં વેક્સિનની અસર અને પ્રતિકુળ અસરનો સર્વેક્ષણ હોય. કેન્દ્ર સરકારની કોવિડ વેક્સિનની નીતિને સમુચિત ગણાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વેક્સિન લેવી કે ન લેવી તે દરેક નાગરિકનો અંગત નિર્ણય છે. કોઈને પણ વેક્સિન લગાડવા માટે મજબૂર ન કરી શકાય.

વેક્સિનની નીતિ પર રાજ્ય સરકારને સલાહ આપતા પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વેક્સિનની અનિવાર્યતાના માધ્યમથી વ્યક્તિઓ પર લગાડવામાં આવેલા પ્રતિબંધોને યોગ્ય ન ગણાવી શકાય. હવે જ્યારે સંક્રમણનો ફેલાવો સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે તો સાર્વજનિક જગ્યાએ આવવા જવા પર કોઈ પ્રતિબંધ ન લગાડવો જોઈએ. સરકારે જો પહેલાથી એવા કોઈ નિયમ કે પ્રતિબંધ લગાવી રાખ્યા છે તો તેને પાછા ખેંચી લેવા જોઈએ.

કોર્ટે કહ્યું કે અમારી આ સલાહ કોવિડને અટકાવવા માટે નક્કી કરેલા માપદંડ અને સ્વાસ્થ્ય અનુકુળ વ્યવહાર તેમજ નિયમો સુધી વિસ્તારિત નથી, પરંતુ આ ઝડપથી બદલનારી સ્થિતિ છે. હાલ અમારી આ સલાહ માત્ર વર્તમાન સ્થિતિના જ પરિપ્રેક્ષ્યમાં જ છે.

Back to top button