મનોરંજન

લો બોલો ! પિતા આમિર સામે ઈરાએ બિકીની પહેરી કાપી કેક, લોકો બોલ્યા બાપ રે બાપ !

Text To Speech

અવાર-નવાર નતનવી ગોસીપ્સ અને પોતાના પર્સનલ લાઈફના કારણે બી-ટાઉનમાં ચર્ચામાં રહેતી મિ.પર્ફેકશનિસ્ટની દીકરી ઈરા ફરી ચર્ચામાં છે. કારણકે, પાપાની પરીએ આ વખતે હટાવી દીધી છે બોલ્ડનેસની બધી જ હદ. જી હાં, ઈરાએ બિકીની પહેરી પિતા આમિર સાથે પોતાના 25માં બર્થ-ડેની કેક કટ કરી છે.

જો કે, કેક કટિંગ સમયે પિતા આમિર સાથે ઈરાની માતા રીના દત્તા અને સાવકો ભાઈ આઝાદ પણ હતો. બર્થ-ડે સેલિબ્રેશનમાં ઈરાનો આ બિકીની અવતાર અત્યારે જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

આમિરની દીકરી ઈરા બોયફ્રેન્ડ સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે

અગાઉ બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી સ્વિમિંગ પૂલમાં
આ પહેલા ઈરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શેખર સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળી હતી. ઈરાના બોયફ્રેન્ડ નુપુરે જ સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કર્યા હતા. જેમાં નુપુરે તેના લેડી લવ માટે ખાસ કેપ્શન પણ લખ્યું હતું. મહત્વનું છે કે, ઈરા અને તેનો બોયફ્રેન્ડ અવાર-નવાર મીડિયા અને પાપારાઝીના કેમેરામાં એકસાથે ક્લીક થયેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

Back to top button