ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

વિકાસ દિવ્યકીર્તિના ઘરે પહોંચ્યો આમિર ખાન, લોકોએ કહ્યુંઃ બાયોપિક કન્ફર્મ

  • વિકાસ દિવ્યકીર્તિએ તેના ઈન્સ્ટાગ્રામ પર આમિર ખાન સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી

નવી દિલ્હી, 27 મે: દૃષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિનું શિક્ષણ લોકોને જેટલું ગમે છે, તેટલું જ તેમને પણ લોકો પસંદ કરે છે. વિકાસ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ત્યારે હવે તેમણે આમિર ખાન સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં ઘણી સારી વાત પણ લખી છે. આ પહેલા બંને તાજેતરમાં જ મુંબઈમાં મળ્યા હતા. વિકાસ દિવ્યકીર્તિએ તેના ઈન્સ્ટાગ્રામ પર આમિર સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેમના કેપ્શનમાં તેમણે આમિર ખાનને પોતાનો ખૂબ જ પ્રિય મિત્ર ગણાવ્યો છે. હકીકતમાં આમિર ખાન દિલ્હીમાં હતો અને વિકાસ દિવ્યકીર્તિની વેડિંગ એનિવર્સરી હતી, જેના કારણે આમિર ખાન આ પ્રસંગે વિકાસ દિવ્યકીર્તિના ઘરે પહોંચ્યો હતો. વિકાસ દિવ્યકીર્તિ લખ્યું કે, “આજે અમારા લગ્નની વર્ષગાંઠ હતી. પરિવાર અને નજીકના મિત્રો સાથે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. યોગાનુયોગ, પ્રિય મિત્ર આમિર ખાન પણ દિલ્હીમાં હતા. તે અમારા આમંત્રણ પર આવ્યા અને બધાનું દિલ જીતીને પોતાની સાથે લઈ ગયો.”

 

 

View this post on Instagram

 

A post shared by Vikas Divyakirti (@divyakirti.vikas)

જે વિદ્યાર્થીઓ UPSCની તૈયારી કરી રહ્યા છે. તેઓ વિકાસ દિવ્યકીર્તિ સરને સારી રીતે ઓળખતા હશે. વિકાસ દિવ્યકીર્તિ એટલા ફેમસ છે કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે તેમણે અભિનય પણ શરૂ કરી દીધો છે. તાજેતરમાં તેઓ અભિનય કરતાં 12th ફેલમાં જોવા મળ્યા હતા. વિકાસ દિવ્યકીર્તિ મોટાભાગે મોટા સ્ટાર્સ સાથે જોવા મળે છે. હવે તેમણે આમિર ખાન સાથેના ફોટા શેર કર્યા છે.

લોકોએ આ શું કહ્યું?

હવે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને વિકાસ દિવ્યકીર્તિનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટની કોમેન્ટમાં, જ્યારે લોકો વિકાસ દિવ્યકીર્તિને તેમની લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપી રહ્યા છે, ત્યારે એક યુઝરે તો આમિર ખાનએ વિકાસ દિવ્યકીર્તિ પર ફિલ્મ બનાવવાની વાત કહી દીધી. અંશુમન નામના યુઝરે લખ્યું કે, “મને કેમ લાગે છે કે, આમિર ખાન આગામી થોડા વર્ષોમાં વિકાસ દિવ્યકીર્તિ સર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે?” જેના જવાબમાં અન્ય એક યુઝરે લખ્યું કે, “જો આવું હોય તો તે ખૂબ જ સારી વાત છે.

આમિર ખાન-વિકાસ દિવ્યકીર્તિ

ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ’12th ફેલ’માં વિકાસ દિવ્યકીર્તિ એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં વિક્રાંત મેસી અને મેઘા શંકર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં વિકાસ દિવ્યકીર્તિની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. જો આમિર ખાનની વાત કરીએ તો તે, 2 વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહ્યો છે. છેલ્લી વખત તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. હવે તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ આવવાની છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે.

આ પણ જુઓ: ફરાહ ખાને જેના માટે પાર્ટી રાખી તેને જ ન ઓળખી શકી, પછી દારૂના નશામાં ડીજે વાળા સાથે કર્યો દુર્વ્યવહાર

Back to top button