ચૂંટણી પહેલા ગુજરાત કેડરના IPS અધિકારીને મળ્યું એક્સટેન્શન
ગુજરાત કેડરના IPS અધિકારીને એક્સટેન્શન મળ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને એક્સટેન્શન આપવામાં આવ્યુ છે. ત્યારે આ પહેલા પણ તેમને વધુ છ મહિનાનું વધુ એક્સટેન્શન અપાયું હતું જે હવે ફરી આપવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ પ્રવિણ સિંહા ઈન્ટરપોલમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે અહેવાલ પ્રમાણે 30 એપ્રિલ 2023 સુધી પ્રવિણસિંહા CBIમાં કાર્યરત રહેશે.
ચૂંટણી પહેલા આ અધિકારીને મળ્યુ એક્સટેન્શન
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા વિવિધ કક્ષના અધિકારીઓની બઢતી અને બદલી કરાવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી તેમજ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણસિંહાને ફરી એક વખત એક્સટેન્શન આપવામાં આવ્યુ છે. જે અંગેના અહેવાલો મુજબ અગાઉ પણ હતું છ માસનું એક્સટેન્શન આપવામાં આવ્યુ હતુ. ત્યારે ચૂંટણીના એંધાણ વચ્ચે ફેર બદલી કરાય રહી હોવાનું જણાય રહ્યુ છે. ત્યારે હવે 30 મી એપ્રિલ 2023 સુધી પ્રવિણસિંહા CBIમાં કાર્યરત રહેશે.
આ પણ વાંચો: ગૃહ વિભાગમાં વધુ 2 IPS અધિકારીઓની બદલી તથા ભાવનગરને નવા કલેક્ટર મળ્યા