IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક
- હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું
- નીરજા ગોટરૂ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે
- પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે.
નીરજા ગોટરૂ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા
વર્ષ 1993ની બેચના IPS અધિકારી નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. નોંધનીય છે કે, IPS અધિકારી નીરજા ગોટરૂ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવશે
પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ