અમદાવાદગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPLની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જય શાહે કરી જાહેરાત

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પ્લેઓફને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. BCCIના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે આ સીઝનની પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મુકબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાશે.BCCIના સચિવ જય શાહે સમાચાર એજન્સીને જણાવ્યું કે IPL 2022ના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં થશે. મેગા ફાઈનલ 29 મેનાં રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પર ક્વોલિફાયર-2 પણ રમાશે. આ ઉપરાંત ક્વાલિફાયર-1 અને એલિમિનેટર કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ બંને મેચ 24 અને 25 મેનાં રોજ ખેલાશે.

આ વખતે કોરાનાને કારણે IPLની મેચ મુંબઈ-પુણેમાં આયોજિત કરાઈ. ત્યારે પ્લેઓફ અલગ મેદાનમાં ખેલાશે. જે માટે કોલકાતા અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ બંને જગ્યાએ દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પ્લેઓફ માટે BCCI કેટલાંક નિયમોમાં છૂટછાટ આપી શકે છે અને 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી શકે છે.

BCCIના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે આ સીઝનની પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. જ્યારે ફાઈનલ મુકબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાશે.

IPL 2022 પ્લેઓફ શિડ્યૂલ
24 મે, 2022:
ક્વોલિફાયર-1, કોલકાતા
25 મે, 2022: એલિમિનેટર, કોલકાતા
27 મે, 2022: ક્વોલિફાયર-2, અમદાવાદ
29 મે, 2022: ફાઈનલ, અમદાવાદ

વુમન્સ ટી-20 ચેલેન્જ પર શરૂ થશે
આ ઉપરાંત જય શાહે જાણકારી આપી કે વુમન્સ ટી-20 ચેલેન્જ પણ આ વર્ષથી ફરીથી શરૂ થઈ રહી છે, જે પુણેમાં આયોજિત થશે. પહેલા જાણકારી હતી કે આ લખનઉમાં થશે, પરંતુ હવે તેની જગ્યા બદલવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 23થી 26 મે સુધી ચાલશે, જ્યારે 28 મેનાં રોજ ફાઈનલ રમાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બેઠક-ક્ષમતા 1 લાખ 32 હજાર
ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમી બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર છે.

મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

જાણો 2008થી 2021 સુધી કઈ કઈ ટીમોએ IPL ટાઇટલ જીત્યું
IPL 2021- ચેન્નઈ સુપર કિંગ્સ
​​​​​​એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 2021માં ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.

IPL 2020- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2020નું ટાઇટલ મુંબઈ ઇંડિયન્સે પોતાને નામે કર્યું હતું. મુંબઇએ ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને આ ટાઇટલ જીત્યું હતું.

IPL 2019- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2019ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇંડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વખત IPL ટાઇટલ પોતાને નામે કર્યું હતું. આ મેચમાં મુંબઇ ઇંડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટ પર 148 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.

IPL 2018- ચેન્નઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સે જીતી હતી. ચેન્નઈએ સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. સુનીલ નરેન મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2017- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી ચેમ્પિયન બન્યું હતું. મુંબઈએ ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુણે સુપર જાયંટ્સને 1 રનથી હરાવ્યું હતું. બેન સ્ટોક્સ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2016- સનરાઇઝર્સ હૈદરાબાદ
​​​​​​​આઇપીએલની નવમી સીઝન વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ વખત ટાઇટલ પોતાને નામે કર્યું હતું. હૈદરાબાદે બેંગલોરને આઠ રને હરાવ્યું હતું. આ ત્રીજી વખત હતું, જ્યારે રોયલ ચેલેંજર બેંગલોર ફાઇનલમાં આવીને હારી ગઈ હતી.

IPL 2015- મુંબઈ ઈન્ડિયન્સ
​​​​​​​​​​​​​​આઈપીએલ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ ફરી એક વખત ચેમ્પિયન બની. મુંબઇએ ફરી એક વખત ચેન્નઈને 41 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આન્દ્રે રસેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2014- કોલકાતા નાઈટ રાઈડર્સ
​​​​​​​આઈપીએલ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઇટલ પોતાને નામે કરી લીધું હતું. કોલકાતાએ ફાઇનલમાં કિંગ્સ ઇલેવન પંજાબને 3 વિકેથી હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2013- મુંબઈ ઈન્ડિયન્સ
​​​​​​​આઈપીએલ 2013માં મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ પોતાને નામે કર્યું હતું. મુંબઇએ ચેન્નઈ સુપર કિંગ્સને ફાઈનલમાં 23 રનથી હરાવી હતી. શેન વોટસન મેન ઓફ ધ સિરીઝ પસંદગી પામ્યો હતો.

IPL 2012- કોલકાતા નાઈટ રાઈડર્સ
​​​​​​​આઈપીએલની પાંચમી સીઝન એટલે કે 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની હતી. કેકેઆરે ચેન્નઈને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીતી હતી. સુનીલ નરેન મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2011- ચેન્નઈ સુપર કિંગ્સ
​​​​​​​આઈપીએલ 2011માં પણ એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ફાઇનલમાં 58 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ક્રિસ ગેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2010- ચેન્નઈ સુપર કિંગ્સ​​​​​​​
આઈપીએલ 2010માં ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. ચેન્નઈએ મુંબઈને 22 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સચિન તેંડુલકર મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2009- ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ
​​​​​​​ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે આઈપીએલની બીજી સીઝન પોતાને નામે કરી હતી. આઈપીએલ 2009માં હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 રનથી હરાવી હતી. એડમ ગિલક્રિસ્ટ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2008- રાજસ્થાન રોયલ્સ
​​​​​​​​​​​​​​આઈપીએલ 2008માં ઇતિહાસનું પ્રથમ ટાઇટલ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સ છે. રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં હરાવીને IPL 2008ની ટાઇટલ જીત્યું હતું. રાજસ્થાને ચેન્નઈને 3 વિકેટથી હરાવ્યું હતું.

Back to top button