IPL 2025ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

IPL 2025: પોતાના જૂના સાથીને જોઈ ધોનીથી રહેવાયું નહીં, મેદાનમાં બધાની વચ્ચે મજાકમાં બેટ માર્યું

Text To Speech

MS Dhoni Deepak Chahar CSK: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે મુંબઈ ઈંડિયંસની ટીમને આઈપીએલ 2025માં 4 વિકેટથી હરાવી દીધું. આ મેચમાં ચેન્નઈની ટીમ માટે બોલીંગ અને બેટીંગે સારુ પ્રદર્શન કર્યું. મુંબઈએ પહેલા બેટીંગ કરતા 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સીએસકેએ આસાનીથી ચેઝ કરી લીધો. મેચમાં જેવું મહેન્દ્ર સિંહ ધોની બેટીંગ કરવા ઉતર્યો, તો ફેન્સે ગ્રાઉન્ડમાં ખૂબ શોર મચાવ્યો અને સ્ટેડિયમમાં રહેલા તમામ ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા.

ધોનીએ દીપક ચાહર સાથે મજાક કરી

મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ બે બોલ રમ્યા અને પણ તેઓ એક પણ રન બનાવી શક્યા નહીં. જ્યારે મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસના પ્લેયર્સ એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા. ત્યારે ધોનીએ દીપક ચાહર આવે તેની રાહ જોઈ અને બાદમાં દીપકને મજાકના અંદાજમાં બેટ માર્યું. તેના પર તે હસતા દેખાયો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દીપક ચાહર 6 સીઝન CSKની ટીમમાં હતો

દીપક ચાહર પહેલા ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો અને મહેન્દ્ર સિંહ ધોની તેની સાથે કેટલીય વાર મજાક કરતા પણ જોવા મળ્યા હતા. દીપકે સાત સીઝન ચેન્નઈ સુપર કિંગસ માટે ક્રિકેટ રમી અને પોતાના દમ પર સીએસકેની ટીમને કેટલીય મેચો જીતાડી પણ છે. આ જ કારણે ધોની ફાસ્ટ બોલર દીપકના વ્યક્તિત્વને સારી રીતે જાણે છે. દીપકે સીએસકે માટે ઓઆઈપીએલમાં કૂલ 76 વિકેટ લીધી હતી.

નૂર અહેમદે ચાર વિકેટ લીધી

મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહીં. જેના કારણે આખી ટીમ ૧૫૫ રનમાં આઉટ થઈ ગઈ. CSK માટે નૂર અહેમદે ચાર ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી. મુંબઈના બેટ્સમેન તેની સામે ટકી શક્યા નહીં.

રુતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રચિન રવિન્દ્ર અને રુતુરાજ ગાયકવાડે શાનદાર ઇનિંગ્સ રમી. રવિન્દ્રએ 65 રન બનાવ્યા. તે જ સમયે, કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 53 રનની ઇનિંગ રમી. આ ખેલાડીઓએ પોતાના દમ પર ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈ તરફથી વિગ્નેશ પુથુરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: તમામ સરકારી ભરતીઓ માટે હવે એક જ પોર્ટલ બનશે, ઉમેદવારોને મળશે આ સુવિધા

Back to top button