
અમદાવાદ, 19 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર-35માં આજે ગુજરાત ટાઇટન્સ (GT)નો મુકાબલો દિલ્હી કેપિટલ્સ (DC) સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્તમાન IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દિલ્હીએ છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સે પણ 6 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11: સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, આર. સાઇ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ-11: અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.












