IPL: ધોનીએ રચ્ચો ઈતિહાસ, ખાસ લિસ્ટમાં થયો સામેલ

ચેન્નાઈ, તા. 25 એપ્રિલ, 2025: આઈપીએલ 2025ની 43મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ હાઈવોલ્ટેજ મેચ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં 2 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનો સામસામે છે. આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ તેમની ટી-20 કારકિર્દીની 400મી મેચ છે. તે આ સીમાચિહ્ન હાંસલ કરનાર ભારતનો ચોથા ખેલાડી બન્યો હતો. આ બાબતમાં પ્રથમ નંબરે રોહિત શર્માનું નામ છે, જેમણે પોતાની ટી-20 કારકિર્દીમાં 456 મેચ રમી છે. યાદીમાં બીજું નામ દિનેશ કાર્તિકનું છે, જેમણે 412 ટી-20 મેચ રમી છે. વિરાટ કોહલી 408 મેચ સાથે અને એમએસ ધોની 400 મેચ સાથે યાદીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા નંબરે છે.
ભારત માટે સૌથી વધુ ટી-20 મેચ રમનારા ખેલાડીઓ:-
રોહિત શર્મા – 456 મેચ
દિનેશ કાર્તિક – 412 મેચ
વિરાટ કોહલી – 408 મેચ
એમએસ ધોની – 400 મેચ
Yet another feather in the cap 👏
MS Dhoni takes to the field in his 4⃣0⃣0⃣th T20 match 🙌
Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/rUODpHXxE1
— IndianPremierLeague (@IPL) April 25, 2025
એમએસ ધોનીની ટી-20 કારકિર્દી
એમએસ ધોનીએ અત્યાર સુધી પોતાની ટી-20 કારકિર્દીમાં 399 મેચ રમી છે, જેમાં તેમણે 38.02ની સરેરાશ અને 135.90ની સ્ટ્રાઈક રેટ સાથે 7566 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 28 અડધી સદી આવી છે. માહીએ પોતાની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 272 મેચ રમી છે, જેમાં 137.88ની સ્ટ્રાઈક રેટ અને 38.96ની સરેરાશ સાથે 3900 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 24 અડધી સદી પણ આવી છે.
𝟒𝟎𝟎 𝐓𝟐𝟎𝐬.
𝐎𝐧𝐞 𝐦𝐚𝐧.
𝐂𝐨𝐮𝐧𝐭𝐥𝐞𝐬𝐬 𝐦𝐞𝐦𝐨𝐫𝐢𝐞𝐬.
𝐈𝐧𝐟𝐢𝐧𝐢𝐭𝐞 𝐫𝐞𝐬𝐩𝐞𝐜𝐭.
𝐓𝐡𝐢𝐬 𝐢𝐬 𝐦𝐨𝐫𝐞 𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭. 🇮🇳💛#CSKvSRH #WhistlePodu pic.twitter.com/lNRfJZ2xLw— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2025
આ પણ વાંચોઃ પહલગામ હુમલા વચ્ચે નીરજ ચોપડાએ અરશદ નદીમને ભારત બોલવવા પર તોડ્યું મૌન, કહી આ મોટી વાત












