IPL-2023સ્પોર્ટસ

IPL 2023 DC vs MI : મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતી બોલિંગ,, બંને ટીમ પ્રથમ જીત તલાસ

  • સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત 2 મેચમાં હાર થઇ છે
  • સિઝનમાં દિલ્હી કેપિટલ્સની સતત ૩ મેચમાં હાર થઇ છે
  • દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ જીતની સ્પર્ધા

આજે IPL 2023ની 16મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ બંને ટીમો આ સિઝનમાં એકપણ મેચ જીતી શક્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. બીજીબાજુ દિલ્હી કેપિટલ્સની હાલત પણ આવી જ છે તેની સતત ૩ મેચમાં હાર થઇ છે. ત્યારે આજની મેચથી એટલું તો ચોક્કસ છે કે બંને ટીમોમાંથી એક ટીમની જીત જરૂર થશે. એટલે કે એક ટીમને જીતનો સ્વાદ ચાખવા જરૂર મળશે. બંનેમાંથી કઈ ટીમને જીતનો સ્વાદ મળશે એ આ મેચનું પરિણામ આવ્યે જ ખબર પડશે.

મુંબઈ ઈન્ડિયન્સની સતત 2 મેચમાં હાર

મુંબઈ ઈન્ડિયન્સને તેની શરૂઆતની 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ માટે બેટિંગ પણ એક મોટી સમસ્યા રહી છે. તિલક વર્મા સિવાય કોઈ પણ બેટ્સમેન સારી રીતે પ્રદર્શન કરી કરી શક્યું નથી. કેપ્ટન રોહિતે બીજી મેચ બાદ કહ્યું કે ટીમના સિનિયર ખેલાડીઓએ બેટથી મજબુત પ્રદર્શન કેવું પડશે અને જવાબદારી નિભાવવી પડશે. પ્રથમ મેચમાં આ ટીમને RCBએ 8 વિકેટે અને બીજી મેચમાં ચેન્નાઈએ 7 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2023 રિંકુ સિંહ 5 સિક્સર : આ ખેલાડીઓ પણ IPLની એક ઓવરમાં ક્રુરતાપૂર્વક 5 સિક્સર ફટકારી ચુક્યા છે

દિલ્હી કેપિટલ્સની સતત ૩ મેચમાં હાર

દિલ્હી કેપિટલ્સ ટીમ સતત ૩ મેચ હાર થઇ છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા ક્રમે છે ત્યારે ટીમ પર મનોવૈજ્ઞાનિક દબાણ પણ હશે. પ્રથમ મેચમાં દિલ્હીને લખનઉ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે હાર અને ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 57 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર સિવાય કોઈ પણ ખેલાડી દિલ્હી માટે બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ ટીમની સૌથી મોટી સમસ્યા છે ત્યારે આજની મેચ જીતી આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવવા માટે પ્રયત્ન કરશે.

આ પણ વાંચો : IPL 2023: દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો ઋષભ પંત, ફોટો વાયરલ

બંને ટીમોની પ્લેયિંગ-11

દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મનીષ પાંડે, યશ ધુલ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, મૂર્તફીઝુર રહમાન, એનરિચ નોર્ટજે.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), કેમરન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હૃતિક શોકીન, અરશદ ખાન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, રિલે મેરેડિથ

Back to top button