IPL-2023ટ્રેન્ડિંગ

IPL 2023 : અમદાવાદમાં CSKની ટીમે ગરમા ગરમ વણેલા ગાંઠીયા અને જલેબી ખાય વરસાદની મજા માણી, જુઓ વીડિયો

Text To Speech

આજથી ગુજરાતના આંગણે IPL-2023 નો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સાથે થશે. જેના પહેલાં બંને ટીમે અમદાવાદમાં વરસાદ વચ્ચે પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યા હતા અને તેની વચ્ચે ગુજરાતી નાસ્તાની મજા માણી હતી.

આ પણ વાંચો : 2018 પછી પહેલીવાર IPL ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની, અરિજિત સિંહ અને તમન્ના ભાટિયા કરશે ધમાકેદાર પરફોર્મન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ખેલાડીઓ પોતાનો બધો સામાન પેક કરીને દોડતા જોવા મળ્યા હતા. કેન વિલિયમસનને પીઠ પર 4 બેટ લટકાવીને દીપક ચહર ઝડપથી ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યો હતા. જે પછી ગુજરાતી ગાંઠિયા અને જલેબીની મજા માણતા ખેલાડીઓ જોવા મળ્યા છે. જેમાં કેપ્ટન ધોની પણ ટીમ સાથે હાજર હતા.

ખેલાડીઓ વરસાદથી ભાગી રહ્યા હતા. અમદાવાદમાં ગુરુવારના દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ખેલાડીઓને મેદાન છોડીને ભાગવાની ફરજ પડી હતી. બંને ટીમોની પ્રેક્ટિસમાં વરસાદ વિલન બન્યો હતો. હવે ઓપનિગ મેચમાં પણ વિલન બનશે કે પછી નહિ તે સૌ કોઈ વિચારી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે આમાં રાહત આપી છે. મેચના સમયે એટલે કે શુક્રવારે સાંજે આકાશ સાફ રહેશે. વાવાઝોડાની પણ કોઈ આગાહી નથી. તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

આ તરફ એક મીડિયા રિપોર્ટસ મુજબ ધોનીને ઘૂંટણની ઈજા પહોંચી છે. જેને લઈ તે પ્રેક્ટિસ મેચમાં પરેશાન જોવા મળી રહ્યો હતો. આમ તે પ્રથમ મેચ માટે સંપૂર્ણ ફિટ હોવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આમ તો 4 વર્ષના મહેન્દ્રસિંહ ધોની ફિટ ખેલાડી તરીકે જોવામાં આવે છે. તેની ફિટનેસને લઈ તે સતત ચર્ચામાં રહે છે. જોકે આ વખતે ફિટનેસને લઈ સિઝનની શરુઆતે પરેશાન નજર આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

આ પણ વાંચો : આજથી IPL ની શરૂઆત : ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે મહા મુકાબલો, ધોનીના રમવા અંગે સસ્પેન્સ

Back to top button