સુરતના એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો
- SOG પોલીસે 50 લાખના ગોલ્ડ સાથે ચાર આરોપીની અટકાયત કરી
- ચાર પૈકી એક મહિલા પણ આરોપીઓમાં સામેલ
- આરોપીએ બેગની અંદર ચોરખાનું બનાવી સોનુ લાવતા
સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. જેમાં SOG પોલીસે 50 લાખના ગોલ્ડ સાથે ચાર આરોપીની અટકાયત કરી છે. જેમાં આરોપીએ દુબઇથી ગોલ્ડ લાવતા હતા તેમજ ચાર પૈકી એક મહિલા પણ આરોપીઓમાં સામેલ છે.
આ પણ વાંચો: સાપુતારામાં લકઝરી બસનો અકસ્માત, બે લોકોના મૃત્યુ તથા 28 ઘાયલ થયા
આરોપીએ બેગની અંદર ચોરખાનું બનાવી સોનુ લાવતા
આરોપીએ બેગની અંદર ચોરખાનું બનાવી સોનુ લાવતા હતા. સુરત એરપોર્ટ ગોલ્ડ સ્મલગલિંગનું હબ બની ગયું તેવું લાગી રહ્યું છે. અગાઉ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તેમ કેપ્સ્યુલમાં 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું. મહિલાએ બંને કેપ્સ્યુલ તેના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી હતી.
મહિલા ચારેક મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી
આ મહિલા ચારેક મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી. કસ્ટમ અને DRI વિભાગને એક મહિલા દુબઈથી આવતી ફ્લાઇટમાં સોનું સાથે લાવી રહી હોવાની બાતમી મળી હતી. તેમજ સુરત એરપોર્ટ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્મગલિંગ કરતી વલસાડની એક મહિલા કેરિયર સાથેની સાંઠગાંઠ સામે આવી હતી.
પ્રિતીને કસૂરવાર ઠેરવતા તપાસના અંતે તેને સસ્પેન્ડ કરવામાં આવી
અમદાવાદ સ્થિત ચીફ કસ્ટમ કમિશનર દ્વારા નિયુક્ત તપાસ ટીમે પ્રિતીને કસૂરવાર ઠેરવતા તપાસના અંતે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. કસ્ટમ સુપરિન્ટેડન્ટ તરીકે એક લાખ રૂપિયાનું માસિક વેતન ધરાવનાર અધિકારી પ્રથમવાર ગોલ્ડ કેરિયર સાથેની મિલીભગતમાં ઝડપાઈ છે, તેણે કુલ 22 કેસમાં ગોલ્ડ સાથે પેસેન્જર્સ ઝડપાયા હોવા છતાં લેવડદેવડ કરી નીલ રિપોર્ટ ભરીને કેસ કર્યા ન હતા.