ગુજરાતટ્રેન્ડિંગ

સાપુતારામાં લકઝરી બસનો અકસ્માત, બે લોકોના મૃત્યુ તથા 28 ઘાયલ થયા

Text To Speech
  • અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી
  • ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • બસ એક વાહનને ઓવરટેક કરવા જતાં સ્લીપ થઇ

સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત થયો છે. જેમાં પ્રવાસે આવેલી લકઝરી બસ ઘાટમાં પડી ગઈ છે. જેથી ઘણા લોકો લકઝરીની અંદર દબાયા હતા. તેમાં સુરતના રહેવાસી સગા ભાઈ-બહેનના મોત થયા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 

બસમાં કુલ 66 લોકો સવાર હતા

અકમાતમાં 28 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બસમાં કુલ 66 લોકો સવાર હતા. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં પડી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી અંદર દબાયા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી ગઈ હતી. જો કે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દબાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. પ્રવાસ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ ટેમ્પાચાલકને ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી.

માલેગાવ ઘાટ પાસે બસ એક વાહનને ઓવરટેક કરવા જતાં સ્લીપ થઇ

બસમાં સવાર કુલ 66 લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા. જેમાંથી સુરતના એક જ પરિવારના 2 સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, આજે લગભગ 5:30 વાગ્યાના સમયગાળામાં સાપુતારાથી એક લક્ઝરી બસ નીકળી હતી. જેમાં સુરત, નાનપુરા અને હિમાળાના પેસેન્જરો સવાર હતા. જેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે માલેગાવ ઘાટ પાસે બસ એક વાહનને ઓવરટેક કરવા જતાં સ્લીપ થતાં ખાઈમાં નીચે ઉતરી ગઈ હતી.

Back to top button