ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરના 10 પીઆઇ અને 17 પીએસઆઇની આંતરીક બદલી કરાઇ

  • પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો
  • આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થવાની શક્યતા
  • લિવ રિઝર્વના 5 PI, 12 PSIને પણ તાત્કાલિક પોસ્ટિંગ આપી દેવાયા

અમદાવાદ શહેરના 10 પીઆઇ અને 17 પીએસઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશનરે ડીસીપી, જેસીપી પાસે ગુનાખોરીના આંકડાનો રિપોર્ટ મંગાવ્યો હતો. ત્યાર બાદ લિવ રિઝર્વના 5 PI, 12 PSIને પણ તાત્કાલિક પોસ્ટિંગ આપી દેવાયા છે. છાશવારે થતાં હુમલાના બનાવોને કારણે શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ ના થાય તેથી બદલીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે 3 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી

પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનેગારો તથા લુખ્ખા તત્વોએ માથુ ઉંચકયુ છે. લોકોમાં ભયનો માહોલ ઉભો ના થાય તે માટે પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે તેવી ચર્ચા શરૂ થઇ છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો છાશવારે જાહેર રસ્તાઓ પર ઘાતક હથિયારોથી લુખ્ખા તત્વો દ્રારા હુમલાના બનાવો રોજીંદા બની ગયા છે. તાજેતરમાં ગોમતીપુરમાં ત્રણ દિવસ પહેલા બે ગેંગ આમને સામને તલવારો લઇને આવી જતાં બે વ્યકિતઓની હત્યા, નિકોલમાં શનિવારે રાત્રે એક પોલીસકર્મીએ મિત્રો સાથે મળીને એક યુવકની હત્યા કરી તેમજ વેજલપુરમાં ખુલ્લેઆમ તલવારો લઇને એક ગેંગ દ્વારા અન્ય ગેંગ પર તલવારો વડે હુમલો કરીને એક યુવકની હત્યા કરી હતી. જેના કારણે શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ હતુ. શહેરના ગુનેગારો પર પોલીસની ઢીલી પડતી પકડનો પડઘો છેક ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સુધી પહોચ્યો છે જેને લઈને પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો છે.

આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઇ શકે તેવી શકયતાઓ

બીજી તરફ શહેરના 10 પીઆઇ અને 17 પીએસઆઇની આંતરીક બદલી કરી છે. સાથોસાથ અન્ય શહેર કે જિલ્લામાંથી ચૂંટણી પહેલા આવેલા પીઆઇ અને પીએસઆઇ આચારસંહિતાને કારણે લિવરિઝર્વમાં હતા તેમાંથી પાંચ પીએસઆઇ અને બાર પીએસઆઇને પોસ્ટિંગ આપી દેવાયા છે. આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઇ શકે તેવી શકયતાઓ છે. પોલીસ કમિશનરે ગોમતીપુર, વાસણા, નિકોલ સહિત 10 પીઆઇની આંતરિક બદલીઓ શનિવારે મોડી સાંજે કરી હતી. આટલું જ નહિ, 17 પીએસઆઈની પણ બદલીઓ કરી હતી.

જાણો કોની બદલી કયા કરાઇ:

પી.એ.મારવાડા કંટ્રોલરૂમથી ટ્રાફિક એન પો.સ્ટે.

સી.ટી.દેસાઇ ગોમતીપુર-1 થી સ્પેશિયલ બ્રાંચ

કે.ડી જાટ નિકોલથી કંટ્રોલરૂમ

કે.પી.સાગઠીયા ટ્રાફિક એન પો.સ્ટેથી ટ્રાફિક વહીવટ

આઇ.એન.ઘાસુરા માધુપુરા -1થી ક્રાઇમબ્રાંચ

પી.કે.ગોહિલ ક્રાઇમબ્રાંચથી માધુપુરા 1

ડી.બી.પટેલ સાયબર ક્રાઇમબ્રાંચથી ક્રાઇમબ્રાંચ

બી.એમ.કટારીયા ક્રાઇમબ્રાંચથી ડીટેન્શન સેન્ટર

એસ.એમ.પઠાણ ક્રાઇમબ્રાંચથી એસટી-એસસી સેલ

આર.ડી.મકવાણા વાસણાથી સ્પેશિયલ બ્રાંચ

લીવ રિઝર્વથી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ

આર.એન.પટેલ લીવ રિઝર્વથી વાસણા

ડી.વી.રાણા લીવ રિઝર્વથી ગોમતીપુર-1

એમ.એ.પટેલ લીવ રિઝર્વથી ઈઓડબલ્યુ

આર.જી .દેસાઇ લીવ રિઝર્વથી ઈઓડબલ્યુ

વી.એસ.વાઘેલા લીવ રિઝર્વથી નિકોલ

Back to top button