ટોપ ન્યૂઝનેશનલ

ઈન્દોર અગ્નિકાંડઃ પાગલ પ્રેમીએ લગાવેલી આગથી 7 જીવતા ભુંજાયા

Text To Speech

ઇન્દોરઃ યુવતી સાથે અણબનાવ પછી, માથાફરેલ પ્રેમીએ તેની ગર્લફ્રેન્ડ પર બદલો લેવા માટે તેની સ્કૂટીને આગ લગાવી દીધી હતી. બે માળના મકાનમાં બેકાબૂ આગ લાગી હતી. આગમાં સાત લોકોના મોત થયા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે શહેરના વિજય નગર વિસ્તારમાં સ્થિત સ્વર્ણબાગ કોલોનીમાં બની હતી.

મૃતકોમાં પાંચ પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. બે યુવકોએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી હતી. બંનેની હાલત ગંભીર છે. જ્યારે બીજા માળના રૂમની બારીની ગ્રીલ તોડી બે મહિલાઓનો બચાવ થયો હતો. પોલીસે ઘરના માલિક ઈન્સાફ પટેલ અને તેના ભાઈ એહસાનને કસ્ટડીમાં લીધા છે. દુષ્કર્મને અંજામ આપનાર પાગલ પ્રેમી ફરાર છે.

શનિવાર બપોર સુધી પોલીસ શોર્ટ સર્કિટ ધારીને આગના કારણની તપાસ કરી રહી હતી, પરંતુ બપોરે સીસીટીવી ફૂટેજ સામે આવતા તપાસની દિશા બદલાઈ હતી. ફૂટેજમાં એક યુવક બે માળની બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કૂટીને આગ લગાવતો જોવા મળ્યો હતો. તેની ઓળખ કોલોનીના રહેવાસી સંજય તરીકે થઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોકોના નિવેદનો બાદ જાણવા મળ્યું છે કે સંજયને ઘરમાં રહેતી એક છોકરી સાથે અફેર હતું, પરંતુ થોડા દિવસોથી તેમની વચ્ચે અણબનાવ હતો.

Back to top button