ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આકાશમાં દેખાઇ ભારતની તાકાત: સ્વદેશી માર્ક 1A લડાકુ વિમાને સફળ ઉડાન ભરી

Text To Speech
  • LCA માર્ક 1A ફાઇટર એરક્રાફ્ટનું 15થી વધુ મિનિટ સુધી હવામાં પરીક્ષણ કરવામાં આવ્યું

નવી દિલ્હી, 28 માર્ચ: પાડોશી દેશ પાકિસ્તાનની હાલત હવે સારી રહેશે નહીં કારણ કે લાંબાગાળાથી જોવામાં આવી રહેલી રાહ હવે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. હકીકતમાં, ભારતમાં નિર્મિત સ્વદેશી બનાવટના LCA માર્ક 1A ફાઇટર એરક્રાફ્ટે આજે ગુરુવારે તેની સફળ પ્રથમ ઉડાન ભરી છે. બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત એરક્રાફ્ટ તેની પ્રથમ ઉડાન દરમિયાન 15થી વધુ મિનિટ સુધી હવામાં રહ્યું હતું.

 

આ એરક્રાફ્ટને પાકિસ્તાન બોર્ડર પાસે કરવામાં આવશે તૈનાત 

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) માર્ચના અંત સુધીમાં વાયુસેનાને આ સ્વદેશી લાઇટ(હલકા) કોમ્બેટ એરક્રાફ્ટ એરફોર્સને સોંપી શકે છે. આ ફાઇટર એરક્રાફ્ટને વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા રાજસ્થાનના બિકાનેરમાં નલ એરક્રાફ્ટ સ્ટેશન પર તૈનાત કરી શકાય છે.

એરક્રાફ્ટની 2200 કિમી પ્રતિ કલાક ઝડપ!

આ હળવા કોમ્બેટ એરક્રાફ્ટની સ્પીડની વાત કરવામાં આવે તો તે 2200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે મહત્તમ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે 9 રોકેટ, બોમ્બ અને મિસાઈલથી સજ્જ થઈ શકે છે. તેમાં હેમર અને બ્રહ્મોસ જેવી મિસાઈલ લગાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, જેનાથી પાકિસ્તાન જેવા દુશ્મનને ટક્કર આપી શકાશે.

આ પણ જુઓ: મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા રૂ.10 હજાર કરોડના જંગી કોપર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

Back to top button