ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા રૂ.10 હજાર કરોડના જંગી કોપર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

Text To Speech

અમદાવાદ, 28 માર્ચ: મુન્દ્રા ખાતે અદાણી એન્ટરપ્રાઇઝની કંપની કચ્છ કોપર લિમિટેડે તાંબાનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેનો પ્રથમ જથ્થો ગ્રાહકને પહોંચાડવામાં આવ્યો છે. અદાણીનો આ પ્લાન્ટ ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ માર્ચ 2029 સુધીમાં 1 મિલિયન ટનની ક્ષમતા સાથે સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે.

ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાનું ઉત્પાદન ઝડપથી વધારી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો ઉપયોગ ઘટાડવા માટે મહત્ત્વની ધાતુ છે. મહત્ત્વનું છે કે, અદાણી એન્ટરપ્રાઈઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA (વાર્ષિક મિલિયન ટન) ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ રૂ. 10007 કરોડનું રોકાણ કરી રહી છે. આ પ્રોજેકટ અંતર્ગત 7 હજાર જેટલી રોજગારીની તકોનું સર્જન થશે.

અદાણી ગ્રૂપ મેટલ્સ સેક્ટરમાં પ્રવેશ્યું

અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટની શરૂઆત સાથે અદાણી ગ્રૂપ મેટલ્સ સેક્ટરમાં પ્રવેશી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ભારત ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ પણ છલાંગ લગાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક કોપર સેક્ટરમાં મોખરે લઈ જવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, પ્રોજેક્ટનો બીજો તબક્કો પૂર્ણ થયા પછી કચ્છ કોપર 1 MTPA સાથે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન કસ્ટમ સ્મેલ્ટર બનશે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કોપર ઉદ્યોગ 2070 સુધીમાં પર્યાવરણીય સંરક્ષણની સાથે કાર્બન મુક્ત બનવાના દેશના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્ત્વ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, આધુનિક સ્મેલ્ટર ગ્રીન ટેક્નોલોજી પર વધુ ભાર મૂકીને તાંબાના ઉત્પાદનમાં નવા ધોરણો સ્થાપિત કરશે. જેના કારણે રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ સાથે તાંબાની માંગ વધશે. કચ્છ કોપર દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી લઘુતમ કાર્બન ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ,અદાણી કહ્યું,-

Back to top button