સેશેલ્સમાં ભારતનો દબદબો, INS Tarkash-Ikshak કરશે ભવ્ય એન્ટ્રી

India’s dominance in Seychelles: ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ INS Tarkash અને INS Ikshak સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબિલી ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય નૌસેનાના પ્રવક્તાએ રવિવારે આ માહિતી આપી હતી. બંને જહાજો 26 જૂને સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે પહોંચ્યા હતા અને સમારોહ દરમિયાન માર્ચિંગ કન્ટિજેંટ તથા નેવલ બેન્ડ સાથે ખાસ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ભારતીય નૌસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે INS Tarkash હાલમાં સાઉથ વેસ્ટ ઇન્ડિયન ઓશન રીજનમાં ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ પર છે. આ દરમિયાન તે INS Ikshak સાથે મળીને આજ રોજ યોજાનારી સેશેલ્સના નેશનલ ડેની ગોલ્ડન જુબિલી ઉજવણીમાં સામેલ થશે.
#INSTarkash a frontline warship of the #IndianNavy, arrived at Port Victoria, #Seychelles on #26Jun 26 during her ongoing operational deployment to the SW #IOR.
During the port call, Tarkash, along with #INSIkshak, will participate in Golden Jubilee celebrations of the National… https://t.co/TmjOhde2lS pic.twitter.com/BkqietLjq2
— SpokespersonNavy (@indiannavy) June 28, 2026
ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરાયેલ સર્વે વેસલ લાર્જ INS Ikshakનું સેશેલ્સમાં આગમન બંને દેશો વચ્ચેના મજબૂત સમુદ્રી સંબંધોને દર્શાવે છે. આ મુલાકાત દરમિયાન ભારતીય નૌસેના સેશેલ્સ ડિફેન્સ ફોર્સ સાથે પરસ્પર સહયોગ વધારવા માટે વિવિધ બેઠક અને સમુદાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27થી 29 જૂન દરમિયાન સેશેલ્સના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે છે. સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર તેઓ આ પ્રવાસે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી સેશેલ્સના સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનારી ગોલ્ડન જુબિલી ઉજવણીમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપશે.
ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતની MAHASAGAR વિઝન હેઠળ પ્રાદેશિક સુરક્ષા અને સમુદ્રી સહકારને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો : આરોગ્ય સેતુ 2.0 લોન્ચ, ડિજિટલ હેલ્થ સેવાઓમાં હવે આવશે મોટી ક્રાંતિ












