T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતનો નિરાશજનક પરાજય : હાર બાદ ભાવુક થયો કેપ્ટન રોહિત શર્મા

Text To Speech

સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે ભારતને ખૂબ જ ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે આ મેચ 10 વિકેટથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. ભારતની આ કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો. રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થતો જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું : ભારતને 10 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચ્યું ઈંગ્લેન્ડ

રોહિત સહિત વિરાટ પણ નિરાશ

મેચ ખતમ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે તેમના ડગઆઉટમાં પહોંચ્યો ત્યારે રોહિત શર્મા નિરાશ થઈને બેસેલો જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી રોહિત શર્મા રાહુલ દ્રવિડ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બંનેએ થોડીવાર વાત કરી અને ત્યારબાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો, જ્યાં કોચ રાહુલ દ્રવિડ તેને સંભાળતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. 10 વિકેટની કારમી હાર બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો, તેણે કેપ વડે મોઢું છુપાવ્યું હતું.

પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમાયો વર્લ્ડ કપ

અત્રે ઊલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ઈવેન્ટમાં રમી રહી હતી, પરંતુ અહીં પણ તેનું દિલ તૂટી ગયું હતું. ભારતની સફરનો અંત આવ્યો અને ફરી એકવાર ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગઈ. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડે 17 ઓવરમાં જ 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

Back to top button