નેશનલ

ભારતનો ડંકોઃ આર્યુર્વેદિક દવાઓનું ઉત્પાદન 18 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે

Text To Speech

કોરોના પછી લોકોનો આયુર્વેદિક દવાઓમાં રસ વધ્યો છે. આયુર્વેદ પાંચ હજાર વર્ષથી વપરાતું શાસ્ત્ર છે, પરંતુ ભારત કરતાં પશ્ચિમના દેશોમાં તેની વધારે કદર થતી હતી.હવે સરકાર આયુર્વેદિક દવાઓ, પ્રોડક્ટનું ઉત્પાદન વધે અને લોકો વાપરતા થાય એ માટે કાર્યરત છે. સદભાગ્યે આ પ્રયાસ સફળ થયો છે.કેમ કે અત્યારે ભારતમાં વર્ષે 18 અબજ ડોલરનું આયુર્વેદિક ઉત્પાદન નોંધાયુ છે.

2014માં આ ઉત્પાદન મૂલ્ય 3 અબજ ડોલર હતું. એટલે કે લગભગ સાડા ચારગણો વધારો નોંધાયો છે.આગામી એક વર્ષમાં આ ઉત્પાદન વધીને 23 અબજ ડોલરને પાર થવાની શક્યતા છે.બીજી તરફ ભારત વર્ષે 22000 કરોડની આયુર્વેદિક પ્રોડક્ટની નિકાસ કરે છે.આયુર્વેદિક પ્રોડક્ટની ડિમાન્ડ વધતી જોઈને તેની કંપનીઓ પણ વધી રહી છે. એક જ વર્ષમાં ગુજરાતમાં 126 નવી કંપનીઓએ આયુર્વેદિક ચીજોનું ઉત્પાદન શરૃ કર્યું છે.

લોકો આયુર્વેદિક પ્રોડક્ટનો વપરાશ વધારી રહ્યા છે, તેની સામે ભારતમાં ઉત્પાદન વધી રહ્યું છે એ આત્મનિર્ભર ભારતની મોટી સફળતા કહી શકાય.

Back to top button