ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

ભારતની ‘અસ્ત્ર’ મિસાઈલ બનશે વધુ ઘાતક, DRDOએ મોટા પાયે ઉત્પાદન વધારવાનો લીધો નિર્ણય

India’s ‘Astra’ missile to become more lethal: ભારતની સુરક્ષા અને ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશની સૌથી શક્તિશાળી સ્વદેશી એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું ઉત્પાદન હવે મોટા પાયે વધારવામાં આવશે. આ માટે DRDO વિશાળ ઔદ્યોગિક નેટવર્ક તૈયાર કરી રહ્યું છે, જેમાં સરકારી કંપનીઓ સાથે ખાનગી ડિફેન્સ કંપનીઓ અને MSME ક્ષેત્રને પણ જોડવામાં આવશે.

હાલ સુધી ‘અસ્ત્ર’ મિસાઈલનું ઉત્પાદન મુખ્યત્વે ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે વધતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ ઝડપથી અને મોટા પ્રમાણમાં મિસાઈલ તૈયાર કરી શકાય તે માટે DRDOએ નવી વ્યૂહરચના અપનાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાંથી ભારતે મહત્વનો પાઠ શીખ્યો છે. આધુનિક યુદ્ધોમાં માત્ર ફાઇટર જેટ્સ પૂરતા નથી, પરંતુ અત્યાધુનિક અને લાંબા અંતરની મિસાઈલો જ સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ કારણે ભારત હવે પોતાની સૈન્ય તૈયારીને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

‘અસ્ત્ર’ ભારતની પ્રથમ સ્વદેશી બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઈલ છે, જે દુશ્મનના ફાઇટર જેટને દૂરથી જ નિશાન બનાવી હવામાં જ નષ્ટ કરી શકે છે. અસ્ત્ર Mk1ની મારક ક્ષમતા લગભગ 110 કિલોમીટર છે, જ્યારે નવી અસ્ત્ર Mk2ની રેન્જ લગભગ 160 કિલોમીટર સુધી પહોંચશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેની ઝડપ છે. અસ્ત્ર મિસાઈલ Mach 4.5ની ગતિએ ઉડે છે, એટલે કે અવાજની ગતિ કરતાં સાડા ચાર ગણું વધુ ઝડપથી હુમલો કરે છે. દુશ્મનને સંભાળવાનો મોકો પણ મળતો નથી.

મિસાઈલમાં અત્યાધુનિક સીકર અને એન્ટી-જેમિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારે ઇલેક્ટ્રોનિક જેમિંગ વચ્ચે પણ તે પોતાના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવી શકે છે. ઉપરાંત અસ્ત્ર Mk2માં ડ્યુઅલ-પલ્સ રૉકેટ મોટર આપવામાં આવી છે, જે તેની ઘાતક ક્ષમતા અને હુમલાની અસરને વધુ શક્તિશાળી બનાવે છે.

હાલમાં આ મિસાઈલ ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30MKI ફાઇટર જેટમાં સામેલ કરવામાં આવી ચૂકી છે. સાથે જ હવે તેને સંપૂર્ણ સ્વદેશી તેજસ ફાઇટર જેટ સાથે પણ ઇન્ટિગ્રેટ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

રક્ષા નિષ્ણાતો માને છે કે DRDOનો આ નિર્ણય ભારતને રક્ષા ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બનાવશે અને ભારતીય વાયુસેનાની શક્તિમાં મોટો વધારો કરશે.

આ પણ વાંચો : મેડમની આ સ્‍માઈલ પર ફિદા થયા જયપુરના ‘બોસ’: હનીટ્રેપમાં ફસાઈને 90 લાખ ગુમાવ્યા

Back to top button