ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs ENG: યુવાન ખેલાડીઓએ રંગ રાખ્યો, ઈંગ્લેન્ડ સામે 55 રને મેચ જીતી સિરીઝ પર કબજો કરી લીધો, બે ખેલાડીઓએ સદી ફટકારી

IND vs ENG: ભારતીય સિનિયર ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે, જેમાં ટીમ ઇન્ડિયા સારી એવી લીડ સાથે આગળ છે. બીજી તરફ, આયુષ મહાત્રેના નેતૃત્વ હેઠળની ભારતીય અંડર-19 ટીમે ચોથી યુવા વનડે મેચમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમને 55 રનથી હરાવ્યું છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા ભારત માટે સૌથી મોટા હીરો સાબિત થયા હતા. આ બંને ખેલાડીઓએ સદી ફટકારી અને ભારતીય અંડર-19 ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતીય અંડર-19 ટીમે પ્રથમ બેટિંગ કરતા 363 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ 308 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચની સાથે જ ઇંગ્લેન્ડે સિરીઝ પણ ગુમાવી દીધી છે. ભારતે પાંચ યુવા વનડે સિરીઝ 3-1 ની લીડ મેળવી લીધી છે.

બે બેટ્સમેનોએ સદી ફટકારી

ભારત તરફથી આયુષ મહાત્રે અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા આવ્યા હતા. આયુષ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી વૈભવ અને વિહાન મલ્હોત્રાએ રન બનાવવાની જવાબદારી સંભાળી લીધી. આ બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 219 રનની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો. વૈભવે 78 બોલમાં 143 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય વિહાને 129 રનની ઇનિંગ રમી. અભિજ્ઞાન કુંડુએ 23 રનનું યોગદાન આપ્યું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય અંડર-19 ટીમ 363 રન બનાવી શકી હતી.

રોકી ફ્લિન્ટોફની સદી બેકાર ગઈ

આ પછી, બેન ડોકિન્સ (67 રન) અને જોસેફ મૂર્સ (52 રન) એ ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ માટે પ્રથમ વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. આ પછી, બેન મેયસ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યારબાદ રોકી ફ્લિન્ટોફે થોડા સમય માટે વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો. તેણે 91 બોલમાં 107 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. થોમસ રોય અને જેમ્સ મિન્ટોએ ૧૯-૧૯ રનની ઇનિંગ્સ રમી. પરંતુ આ ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા નહીં અને આખી ટીમ ફક્ત ૩૦૮ રન જ બનાવી શકી. ભારત તરફથી નમન પુષ્પકએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયામાં ડંકો વગાડ્યો, સૌથી નાની ઉંમરે સદી ફટકારી, બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો

Back to top button